લાગણીઓનું ગણિત

આહ ! કેવું પીડાદાયક છે આ લાગણીઓનું ગણિત ,

અમે કર્યો સરવાળો ,ને એ બાદ કરતા ગયા !!

 

સ્નેહ પામવા કાજ ભટક્યા ખુબ ભેરુ

પણ અમને તો માત્ર ઝાંઝવાના નીર જ જડતા રહ્યા.

 

હતું અમને આવશે ક્યારેક બાગમાં વસંત ,

પણ આ શું? આવી પાનખર,ને પર્ણો જ ખરતા રહ્યા.

 

વિરહ,વ્યથા,વ્યાધી બધું લાગે છે એક જેવું,

તોયે હસતો રાખી ચહેરો, સદા ફરતા રહ્યા .

 

ભીની પાંપણોએ પાડી હડતાલ અશ્રુના વિરોધમાં,

તોયે બની ‘શબનમ’ , અનરાધાર રડતા રહ્યા…

 

સૌજન્ય : શબનમ ખોજા

ટીપ્પણી