“લહેસુની દાલ તળકા” :

375576_299284413540785_1830182547_nરાધિકા થાનકી – જેઓ એક ખુબ જ સારા કુકિંગ એક્સપર્ટ છે. અવનવી વાનગી બનાવી તેમના કુટુંબના સભ્યોને સ્વાદિષ્ઠ અને સ્વસ્થ વાનગીઓ ખવડાવતા રહે છે…આજે તેઓની આ કલાનો આપણને પણ લાભ મળશે. તેઓ ઓમાનના રહેવાસી છે..! તો માણો અને જાણો…!!

 

“લહેસુની દાલ તળકા” :

 

સામગ્રી :

 

૧ કપ : બાફેલી ચણા ની દાળ

૧/૨ કપ: બાફેલી તુવેર ની દાળ

૧ મીડીયમ : ટામેટું સમારેલું

૧ મીડીયમ : લાંબી સમારેલી ડુંગળી ૧ મીડીયમ : સમારેલું લીલું મરચું½: tsp: grated ginger ૨-૩ કળી: સમારેલું લસણ

૨-૩ નંગ : સુકુ લાલ મરચુ

૧/૪ નાની ચમચી: હીંગ

૧ નાની ચમચી: રાય

૨ નાની ચમચી: જીરું

૧/૨ નાની ચમચી: હળદર

૧/૪ નાની ચમચી: લાલ મરચું પાવડર

૧ નાની ચમચી: ધાણાજીરું

૧/૨ નાની ચમચી: કિચન કિંગ મસાલો પાણી : જરૂર મુજબ

સ્વાદ પ્રમાણે મીઠું

૧ ચમચી :લીંબુ નો રસ

૧ ચમચી : તેલ

૧ ચમચી: ઘી

 

રીત :

 

એક મોટી તપેલી માં તેલ ગરમ થવા મુકવું. તેલ થઇ જી પછી તેમાં રાઈ, જીરું , હીંગ નાખવી .

પછી તેમાં ડુંગળી નાખવી , ડુંગળી ને ૨ મીનીટ સુધી થવા દેવી, પછી તેમાં ટામેટા નાખવા

બરાબર મિક્ષ્ કરી તેમાં નમક અને બધા મસાલા નાખવા બરાબર મિક્ષ્ કરી બાફેલી દાળ નાખવી.

બરાબર મિક્ષ ૨-૩ મીનીટ ઉકાળવી પછી ગેસ બંધ કરી દેવો બીજા વઘાર માટે એક નાની તપેલી માં ઘી ગરમ મુકવું ઘી થઇ જાય પછી તેમાં સુકુ લાલ મરચું, જીરું અને જરા હીંગ નાખવી પછી તેમાં લસણ નાખવું( આ વઘાર થોડા ફાસ્ટ ગેસે કરવો) લસણ ગોલ્ડન બ્રાઉન થાય પછી વઘાર દાળ પર રેડવો ગરમા ગરમ રોટલી સાથે પીરસવું

(પીરસવા સમયે જ બીજો વઘાર કરવો)

 

– રાધિકા થાનકી (ઓમાન)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!