રૉયલ માવાના કળશ

1306415712338

સામગ્રી :-

 

 • માવો : ૨૫0 gm
 • ખાંડ : ૧૫૦ gm
 • પીસ્તા, કાજુ, બદામ : ૨-૨ ટે.સ્પુન
 • સિલ્વર પેપર
 • દૂધમાં પલાડેલ કેસર

 

 રીત :-

 

 • સૌ પ્રથમ માવો શેકી તેને ઠંડો પડવા દેવો.
 • હવે તેમાં ખાંડ ઉમેરવી અને બરાબર મિક્સ કરવું.
 • માવાને હાથેથી કળશ નો શેપ આપવો.
 • ઉપરથી થોડો ખાડા જેવો શેપ આપવો.
 • હવે ઉપરથી કવર થાય એ રીતે સીલ્વેર પેપર અન્ય કાગળ માં લઇ લગાવી દેવું.
 • ત્યારબાદ એક કપડા વડે પ્રેસ કરી તેને સરખો શેપ આપી ચિપકાવી દેવો.
 • કળશ ઉપરના ખાડામાં બાદમ-પીસ્તા-કાજુ વડે સજાવટ કરવી.
 • કળશ ના કાઠા પર ઘોડેલાં કેસર વડે બ્રશ થી કલર કરવો.
 • તો તૈયાર છે “રૉયલ માવાના કળશ”.

 

 સૌજન્યઃ હર્ષા મહેતા, રાજકોટ

 

ટીપ્પણી