રસોઈ ની રાણી ફક્ત વાનગી ની માહિતી જ નથી પણ એ આપણી તંદુરસ્તી નો પણ ખયાલ રાખે છે.

- Advertisement -

967870_10151500679216088_1407035068_n

 

રસોઈ ની રાણી ફક્ત વાનગી ની માહિતી જ નથી પણ એ આપણી તંદુરસ્તી નો પણ ખયાલ રાખે છે.

ખજુર જેમા નુટ્રીશન,વિટામીન,મિનરલ અનેફાઈબર આવે છે જે આપણા શરીર માટે ખુબ જ મહત્વ નું છે.તો ચાલો આજે આપણે બનાવે ખજુર ની મીઠાઈ જે એક્દમ જલ્દી બની જાય છે.

 

સામગ્રી :-

ખજુર

ઘી

કાજુ બાદમ પીસ્તા

સુકો ટોપરા નો ભૂકો અથવા ટોપરા નુ છીણ

 

રીત :-

સૌ પ્રથમ ખજુર માંથી તેના બી કાઢી લ્યો.ત્યાર બાદ કડાઈ માં બે ચમચી ઘી મુકી કાજુ બાદમ પીસ્તા ના નાના નાનાટુકડા કરી ને તેમા નાખી ને હલાવો.

આછા ગુલાબી રંગ ના થઇ જાય પછી તેમાં ખજુર ઉમેરો બધું મિક્ષ કરો.આ ખજુર ના માવા ને પ્લેટફોર્મ મૂકી ને હાથેથી ધીરે ધીરે દબાવી ને મોટો રોલ વાળો પછીસુકા ટોપરા નો ભૂકો પ્લેટફોર્મ ઉપર પાથરી ને રોલ ને તેના ઉપર રગદોળો પછી ફ્રિઝ્ માં પાંચ મિનટ માટે સેટ થવા દયો પછી તેના કરી ને સર્વ કરો.

બાળકો ખજુર ના ખાતા હોય તો આ રીતે પણ બનાવી ને તેવો ને ખવડાવી શકાય .

રસોઈની રાણી : કવિતા શેઠ (એડીસઅબાબા, ઇથોપીયા )

ટીપ્પણી