“રસમ વડા”

- Advertisement -

1059491_10151526437346088_1964080575_n

 

વરસાદ ની મોસમ ચાલી રહી છે ને કઈ ગરમ ગરમ ખાવું છે?તો ચાલો મજેદાર ,તીખું ,સ્વાદિષ્ટ ,ચટપટુ બનાવે સાઉથ ઇન્ડિયન વાનગી

“રસમ વડા”

 

*વડા ની સામગ્રી :-

1 કપ અડદ ની દાળ

મીઠું

હિંગ

1/2મરચા જીણા સમારેલા

5/6 આખા મરી

તળવા માટે તેલ

 

*રસમ ના પાવડર ની સામગ્રી :-

1 કપ આખા સુકા ધાણા

1/2 કપ જીરું

8/10 સુકી મેથી ના દાણા

8/10 આખા મરી

5/7 સુકા લાલ મરચા

-બધા મસાલા ને ધીમા તાપે સેકી ને ઠંડુ પડે એટલે મિક્ષ્ચર માં પીસી લ્યો .બજાર માં તેયાર પણ રસમ નો પાવડર મળે છે .એનો પણ ઉપયોગ માં લઇ સકાય છે .

.

*રસમ ની સામગ્રી :-

1 કપ તુવેર દાળ

3/4 ટમેટા

2 કાંદા

2 ચમચી તેલ

1/2 ચમચી રાઈ

1/2 ચમચી જીરું

1/2 ચમચી હિંગ

1 ચમચી આદુની પેસ્ટ

4/5 લીમડા ના પાન

2 ચમચી રસમ નો પાવડર

લીંબુ,મીઠું ,મરચું ,હળદર

કોથમરી સજાવટ માટે

 

*રસમ વડા બનાવાની રીત :-

-સૌ પહેલા દાળ ને 2 કલાક પલાળી લ્યો .પછી થોડું પાણી નાખી ને પીસી લ્યો .વડા ઉતરે એવું જાડું ખીરું બનાવાનું .ખીરામાં વડા ના બધા મસાલા નાખી ને ગરમ તેલ માં તળી લ્યો .

 

– રસમ બનાવા માટે તુવેરની દાળ ,ટમેટા, કાંદા ને કુકર માં બાફી લ્યો .કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ ,જીરું,હિંગ અને લીમડા ના પાન નો વઘાર કરી ને દાળ નાખો .2 ચમચી રસમ નો પાવડર ઉમેરો .સ્વાદ પ્રમાણે મીઠું,લીંબુ ,હળદર ,મરચું નાખો .આદુ ની પેસ્ટ નાખો ને રસમ 5 મિનીટ ઉકાળો .

-એક બાઉલ માં રસમ ની અંદર વડા નાખી ને પીરસો .

 

-ચાલો બની ગયા તમારા ગરમા ગરમ રસમ વડા .

-ગરમ ગરમ રસમ નો આનંદ ભાત સાથે પણ ખાવાની મજા આવે છે .

-રસમ વડા જૈન પણ તમે બનાવી શકો છો .

 

રસોઈ ની રાણી કવિતા શેઠ (એડીસાબાબા, ઇથોપિયા )

ટીપ્પણી