રસમલાઈ

- Advertisement -

ras

રસમલાઈ

સામગ્રી:

પનીર- 250 ગ્રામ

ખાંડ – 400 ગ્રામ (2કપ)

દૂધ – 1 લીટર

3-4 એલચીનો ભૂકો

કેસર

કાજુ -પિસ્તા

ચારોળી

કસ્ટર્ડ પાઉડર

રીત:

• સૌ પ્રથમ પનીરને થાળીમાં લઈ હાથથી મસળો જેથી તે નરમ બની જાય,પછી તેના નાના ગોળ લુવા કરી દબાવો,આમ 250 ગ્રામના આશરે 14 જેટલા લુવા થશે.

• કોઈ વાસણમાં 350 ગ્રામ ખાંડ અને 3 કપ પાણી લઈ ગેસ પર રાખો,ગેસ ફાસ્ટ રાખવો જેથી પાણી જલ્દી ઉકળે અને ખાંડ ઓગળી જાય.

• ખાંડ ઓગળી જાય એટલે તેમાં બધા લુવા નાખી દેવા આમ તેને 18-20 મિનીટ પકાવશું.

• લુવા ડબલ મોટા થઈ ગયા હોય તેવું જણાય ત્યારે ગેસ બંધ કરી ઠંડા કરવા.

• દૂધને ગેસ પર ઘાટું થવા મૂકી દયો તેમાં કેસર નાખી દયો કસ્ટર્ડ પાઉડર નાખવાથી દૂધ જલ્દી ઘટ્ટ થાય છે દૂધ અડધું થાય તેટલું ઘટ્ટ કરવાનું છે.

• ત્યારબાદ લુવાને ચાસણીમાંથી કાઢી દુધમાં નાખો એલચી પાઉડર,કાજુ,ચારોળી,પિસ્તા નાખી ફ્રીજમાં ઠંડી કરો અને

• જમવાના સમયે ખાવો ઠંડી સ્વાદિષ્ટ રસમલાઈ.

રસોઈની રાણી: ગામી હિરલ (રાજકોટ)

ટીપ્પણી