રસગુલ્લા

- Advertisement -

1044098_138359576368493_1651185922_nરસગુલ્લા

 

સામગ્રીઃ-

• 1 લિટર દૂધ

• 1 લીબુનો રસ

• 1½ કપ ખાંડ

• 3 કપ પાણી

 

રીતઃ-

• દૂધને આગલે દિવસે ગરમ કરી, ઠંડું થાય એટલે ફ્રિજમાં મૂકી દેવું. બીજે દિવસે મલાઈ કાઢી ફરીથી ઉકાળવું.

• ઊકળે એટલે 1 કપમાં 1/4 કપ જેટલું પાણી લઈ 1 લીંબુ નીચોવવું અને તેને 2 થી 3 મિનિટ દૂધ ઠંડું પડે પછી નાખતા જવું. દૂધ ફાટી જાય ત્યાં સુધી નાખવું.

• પછી ચાળણીમાં કપડું મૂકી પનીર કાઢવું. પનીરને પાણીથી બે વાર ધોવું.

• પાણી નીતારીને પનીરમાં 1 ટી સ્પૂન ખાંડ નાખી ખૂબ મસળવું. સુવાળું થાય એટલે નાના ગોળા વાળવા.

• પહોળા વાસણામાં 1½ કપ ખાંડની તાર વગરની પાતળી ચાસણી કરી ઉકળે એટલે તેમાં ગોળા નાખી દઅવા. તેને 15 મિનિટ ઢાંકીને ઉકળવા દેવા.

• પછી ગોળા ફૂલી જાય એટલે ગેસ બંધ કરી તેમાં 1 કપ ઠંડું પાણી નાખવું. 4 થી 5 કલાક ચાસણીમાં રાખવા. પછી ફ્રિજમાં મૂકવા.

• નોંધઃ- લીંબુને બદલે 1/2 ટી સ્પૂન લીંબુનાં ફૂલ કે 2 ટેબલ સ્પૂન વિનેગર પાણીમાં ઓગાળીને નાખી શકાય.

-મેંદો પણ નાખી શકાય છે જો નાખવો હોય તો 2 ટી સ્પૂન મેંદો ને ચપટી બેકિંગ પાઉડર લઈ બનાવેલ પનીરમાં નાખી મિક્ષરમાં સહેજ ફેરવી લેવું સુવાળું થાય જાય એટલે ગોળા ઓ વાળી રીત પ્રમાણે કરવું

-કુકરમાં પણ થાય તેમાં કરવું હોય તો 6 કપ પાણી લેવું ને ખાંડ તેટલી જ, 3 વિસલ વગાડવી તેમાં પણ એમ જ કે પાણી કુકરમાં ઉકળે એટલે ગોળીઓ નાખી દેવી.

 

રસોઈની રાણી: ગામી હિરલ (રાજકોટ)

 

ટીપ્પણી