મેક્ષિકન સીઝ્ઝ્લેર રાઈસ

1058698_10151777504467288_76990682_n

મેક્ષિકન સીઝ્ઝ્લેર રાઈસ

 

સામગ્રી :

૧ . ૨ કપ બાસમતી ચોખા.

૨. ૧ લાલ કેપ્સીકમ

૩. ૧ ગ્રીન કેપ્સીકમ

૪. ૧ યેલ્લો કેપ્સીકમ

૫. છીણેલું ચીઝ.

૬. ૧ મોટી લાલ ડુંગળી

૭. તજ , લવિંગ સ્વાદ અનુસાર

૮. કોથમીર

૯ . નાની લીલી ડુંગળી

૧૦. મીઠું , મરચું, હળદર

 

રીત :

૧. સૌ પ્રથમ ચોખા ને ધોઈ ને ૧૫-૨૦ મીનીટ પેહલા પાણી માં રાખો

૨. ચોખા માં ત્યાર બાદ મીઠું નાખી ને બાફી લો

૩. ચોખા તૈયાર થઇ જાય એટલે એમાં થી પાણી નીતરી લો

૪. એક કઢાઈ માં તેલ લઇ ને એમાં માપ સર ટુકડા કરેલા કેપ્સીકામ નાખી ને એને સાંતળી લો

૫. ત્યાર બાદ એમાં સમારેલી લાલ ડુંગળી નાખો

૬. ડુંગળી ગુલાબી થઇ જાય એટલે એમાં તજ , લવિંગ નો ભૂકો નાખો

૭. ત્યાર બાદ એમાં સ્વાદ અનુસાર લાલ મરચું, હળદર , નાખો

૮. આ મિશ્રણ ને થોડી વાર સીજવા દો અને એક બોવ્લ માં કાઢી લો

 

ઓવન :

 

ઓવન ની ટ્રે માં પહેલા એક રાઈસ નું લેયર બનાવો પછી એક લેયર ડુંગળી કેપ્સીકમ નું મસાલેદાર મિશ્રણ પાથરો .

ત્યાર બાદ એની ઉપર સમારેલી લીલી ડુંગળી નાખો અને છીણેલું ચીઝ ભભરાવો

આવા ૨ લયેર બનાવી ને સૌથી ઉપર ચીઝ નું લયેર પાથરી લો. ઉપર કોથમીર ભભરાવો.

આ ટ્રે ને ૧૫-૨૦ મિનીટ સુધી ધીમા તાપે સીજવા દો ,

 

મેક્ષિકન સીઝ્ઝ્લેર રાઈસ તૈયાર.

 

સૌજન્ય : રાકેશ ગોસ્વામી

ટીપ્પણી