મેકસીકન વાનગી… “ટાકોઝ”

- Advertisement -

1063193_10151504900826088_87559172_n

 

આપણી ભારતીય વાનગી ખુબ સ્વાદિસ્ટ ને ચટપટી અને મસાલેદાર હોય છે.પણ બહાર ના દેશ નીવાનગી પણ એટલી જ સ્વાદીસ્ટ હોય છે.તો ચાલો આજે તેયાર થઇ જાવ આજે આપણે બનાવે મેકસીકન વાનગી…

“ટાકોઝ”

 

સામગ્રી :-

પુરી બનવા માટે :-

*1 .કપ મકાઈ નો લોટ

* અડધો કપ મેંદો

* 1 ચમચી તેલ

* મીઠું સ્વાદ પ્રમાણે

 

પુરણ માટે ની સામગ્રી :_

* 100 ગ્રામ રાજમાં અથવા પીન્બીટો બીન્સ

* ચપટી સાજી ના ફૂલ

* કાંદા જીના સમારેલા

* ટામેટા જીના સમારેલા

*જીના મરચા સમારેલા

*જીની કોથમરી સમારેલી

*સલાડ ના પાન જીના સમારેલા અથવા *કોબીચ જીની સમારેલી

* લસણ ની પેસ્ટ

*મરચુ સ્વાદ પ્રમાણે

*ચીઝ

*ટોમેટો કેચપ

*ચીલી સોસ

*મીઠું પ્રમાણસર

* 2અવાકાડો (જે ફ્રુટ છે) નાખવું હોય તો નખાય ના નાખવું હોય તો પણ ચાલશે

 

રીત :-

* ટાકોઝ બનવા માટે મકાઈ અને મેંદા ના લોટ માં 2 ટી સ્પૂન મોણ નાખી ને લોટ મધયામ્સર બાંધવો.

* મેંદા નું અટામણ લઇ ને લગભગ 4″ પાતળી પૂરી વણી કાટા થી કપા કરવા જેથી ફૂલે નહી.

* ગરમ તેલ માં એક બાજુ પૂરી તળી બીજી બાજુ ફેરવી વચે ઝારો મૂકી ચીપયા ની મદદ થી ‘યુ’આકાર આપવો.

 

પુરણ માટે:-

*રાજમાં ને પલાળી ને સાજી નાખી કુકર માં બાફી નાખવા.કડાઈમાં એકચમચો તેલ મૂકી ને તેમાં કાંદા ને લસણ ની પેસ્ટ નાખવી.પછી ટામેટા નાખી ,અને સાતડવું.પછી લાલ મરચુ,મીઠું,ચીલી સોંસ નાખવું .હવે રાજમાં તેમાં નાખી ને હલાવી ને મિક્ષ કરો.બસ તમારું પુરણ તેયાર.હવે અવાકાડો ની છાલ કાઢી તેની અંદર મરચા,કોથમરી,કાંદા,ટમેટા,મીઠું નાખી નેએની ચટણી રેડી કરવી.

*સલાડ ના પાન અથવા કોબીચ ને જીના સમાંરી લેવાના.

*બસ હવે ટાકોબેલ માંપેલા પુરણ નાખો .ત્યારબાદ અવાકડો ની ચટણી નાખો.પછી સલાડ અથવા કોબીચ,ઉપર જીના સમારેલા કાંદા,ટમેટા અને પછી ઉપર ચીઝ ભભરાવો ચીઝ ઉપર ટમેટો કેચપ નાખી ને સર્વ કરો

*અવાકાડો ની ચટણી ના હોતો પણ ચાલે.

રસોઈ ની રાની :- કવિતા શેઠ (એડીસઅબાબા, ઇથોપીયા)

ટીપ્પણી