મિલ્ક પાવડર માંથી “દહીં” બનાવવાતી રીત

1044181_553357321368037_172056126_n

વિદેશમા રહેતા આપણા ઘણા મિત્રો નો એક સવાલ અચુક હોય છે કે અહિ તો પાવડરનું દૂધ આવે છે તો એમાથી દહીં કઇ રીતે બનાવવું .આ સવાલનો જવાબ “શ્રીમતી રાધિકા બહેન” લઇ ને આવ્યા છે અને આપણા સૌ સાથે મિલ્ક પાવડર માંથી “દહીં” બનાવવાતી રીત શૅર કરી છે..

દહીં

સામગ્રી :

૧ કપ : મીલ્ક પાવડર

૨ ૧/૨ કપ: ઉકાળેલું પાણી

૨ ચમચી : છાશ

રીત:

પાણી ને ઉકાળી તેમાં મીલ્ક પાવડર નાખી, બરાબર મિક્ષ કરી લો.

ત્યાર બાદ તેને થોડું ઠંડુ થવા દો. થોડું ઠંડુ થઇ જાય પછી તેમાં છાશ નાખી જરા હલાવી ઢાકણ ઢાકી ગરમ જગ્યા એ ૮ થી ૧૦ કલાક રાખી મુકો પછી ફ્રીજ માં રાખીદો

સૌજન્ય : સુરતી જમણ

 

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!