મિત્રો…ઘણીવાર આપણે કોઈ કામ કે ગામ જતા હોય અને મહેમાન આવી જાય..તો કેમ ટેકલ કરવા…? માણો આ રમુજી પ્રેક્ટીકલ ટીપ્સ….!

603823_516948215031531_1817795437_nમળવા આયેલ મેહમાનને કાઢવા માટે જેવા મેહમાન ઘરમા પ્રવેશે ત્યારે

”’ અરે આવો આવો બસ જુઓ હમણા અમે બહાર જ જતા હતા અને તમે આવી ગયા ”

જેથી મેનટલી મેહમાન પ્રીપેર રહે કે આ લોકો ને બહાર જવાનુ છે

મેહમાન ને પુછો શુ લેશો ચા કોફી કે ઠંડુ ???

મેહમાન અરે કશુ નહી બસ તમને મળવા જ આયા છીએ એવુ બોલે એટલે બીજી વાર આગ્રહ કરવાનુ ટાળો

”આમે આપડે તો ઘર જેવુ છે ફોર્માલીટી વળી શુ બોલો બોલો શુ હતુ ???

આવુ કેહવાથી મેહમાન ને ચા કોફી નો સ્કોપ પુરો થઇ જશે અને બોલવાનો ભાર મેહમાન ના શિરે રેહશે

વાતે વાતે ઘડીયાળ સામુ જોયા કરો જેથી મેહમાન થોડા વધારે પ્રેશરાઇઝ થાય

તોય ના માને તો ” મોબાઇલ ફોન ઉપાડી કસ્ટમર કેર નો નંબર ટાયલ કરો અને બોલો

”’ અરે યાર થોડુ મોડુ થશે બસ નિકળતો તો ને જ મેહમાન આયા છે ””

મેહમાન સામે થી કેશે અરે ના ના બસ અમે પણ નિકળીયે જ છીએ તમ તમારે નિકળૉ

આ રીતે મેહમાન ને તમે એકદમ સારી અને સ્વચ્છ રીતે ભગાડી શકો છો.

હા હા હા….બરોબર ને ? કઈ ઘટે તો લખી દેજો….!

ટીપ્પણી