માણો…મોઢામાં પાણી લાવી દે તેવી ડીશ : “લસણીયા બટાકા + બાજરી નો રોટલો”

- Advertisement -

999334_4362900089489_2040261200_n

 

લસણીયા બટાકા + બાજરી નો રોટલો

લસણીયા બટાકા

——————–

પ૦૦ ગ્રામ બટેકા (નાની સાઇઝના),

પ૦ ગ્રામ લસણ, આદુનો ટુકડો,

૩ લીલા મરચા, અડધી ચમચી રાઇ,

એક ચમચી જીરૂ, ચપટી હીંગ,

અડધી ચમચી હળદર,

એક ચમચી ધાણા પાવડર,

એક ચમચી લાલ મરચાનો પાવડર,

પ૦ ગ્રામ શેકેલી મગફળીનો ભૂકો,

એક ચમચી તલ, મીઠું, તેલ,

લાલ સુકા મરચા, તમાલપત્ર, કોથમીર.

રીત –

બટકાને બાફીને છાલ ઉતારી નાખો. લસણ અને આદુની પેસ્ટ બનાવો. તપેલામાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ નાખો. જીરૂ તતડી જાય બાદ તેમાં હીંગ, લાલ સુકા મરચા, તમાલપત્ર, ધાણા પાવડર અને આદુ-લસણની પેસ્ટ નાખી હલાવો. ત્યાર બાદ તેમાં મગફળીનો ભૂકો, તલ, લાલ મરચા પાવડર, મીઠું તથા હળદર નાખી બરોબર મિક્સ કરો. તેમાં બારીક સમારેલા લીલા મરચા અને બાફેલા બટાકા અને એક કપ પાણી નાખી હલાવો. લગભગ ૩-૪ મિનિટ રાખી તાપ પરથી ઉતારી લો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

=================================================

‘બાજરીનો રોટલો

——————

સામગ્રી –

1 કપ બાજરીનો લોટ,

1/4 કપ ઘઉંનો લોટ,

ચપટી મીઠુ,

1/2 કપ ગોળ,

1/4 ટી સ્પૂન દળેલી ઈલાયચી,

કુણુ પાણી,

જરૂર મુજબ ઘી.

 

રીત –

-સૌ પ્રથમ ગોળને થોડા કુણા પાણીમાં ઓગાળી લો.

-હવે બાજરીનો લોટ, ઘઉંનો લોટ, મીઠુ મિક્સ કરી ચાળી લો.

-તેમા વાટેલી ઈલાયચી મિક્સ કરો અને ગોળવાળા પાણીની મદદથી લોટ બાંધી લો.

-ગૂંથેલા લોટની રોટલી વણો. અને ગરમ તવા પર બંને બાજુથી સોનેરી થતા સુધી સેકી લો.

-લો તૈયાર છે બાજરીની સ્વાદિષ્ટ મીઠી રોટલી. તેના પર ઘી લગાવીને ગરમાગરમ રોટલી પીરસો.

 

રસોઈની રાણી : સુનીતા ચોટલીયા (રાજકોટ)

ટીપ્પણી