માણો…પનીર પોપકોર્ન….!!

- Advertisement -

975606_10151708549609273_1523818344_nમાણો…પનીર પોપકોર્ન….!!

 

સામગ્રી

૨૫૦ ગ્રામ પનીર

છ ચમચી લસણની સૂકી ચટણી

એક કપ ખારી બુંદી

તળવા માટે તેલ

ખીરું બનાવવા માટે

એક કપ ચણાનો લોટ

દોઢ ચમચી આદું-લસણની પેસ્ટ

અડધી ચમચી લાલ મરચું

અડધી ચમચી હળદર

ચપટી સોડા

મીઠું સ્વાદ પ્રમાણે

 

રીત

ખીરું તૈયાર કરવા માટે એક બૉલમાં ચણાનો લોટ, આદું-મરચાંની પેસ્ટ, લાલ મરચું, હળદર, મીઠું અને સોડા ઉમેરી મિક્સ કરો. જરૂર પ્રમાણે પાણી ઉમેરી સ્મૂધ ખીરું તૈયાર કરો. તૈયાર કરેલા ખીરાને ૧૦થી ૧૫ મિનિટ માટે અલગ રાખો.

હવે લસણની ચટણીને પનીરમાં પાડેલા કાપમાં ભરો. હળવા હાથે ભરવું, જેથી પનીર ભાંગી ન જાય. બધા ટુકડાઓમાં આ રીતે ચટણી ભરી તૈયાર કરો.

હવે દરેક પનીરના ટુકડાને તૈયાર કરેલા ખીરામાં બોળી બહાર કઢો અને ક્રશ કરેલી બુંદીમાં રગદોળો.

એક કડાઈમાં તેલ ગરમ કરી તૈયાર કરેલા પનીર પૉપકૉર્નને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. બહાર કાઢી ટિશ્યુ પેપર પર રાખો, જેથી વધારાનું તેલ શોષાઈ જાય. પનીર પૉપકૉર્નને ટમેટો કેચ-અપ અથવા લીલી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

સૌજન્ય : સુરતી જમણ

ટીપ્પણી