માણો ટકાટક ગાજરની ખીર

968886_526433137393828_472390252_nગાજરની ખીર :

* સામગ્રી :

– છીણેલું ગાજર દોઢ કપ,

– ખાંડ અઢી ચમચી,

– દૂધ 1 લીટર,

– ઈલાયચી પાવડર 1 ચમચી,

– કાજૂ 7-8 ટુકડા,

– કિશમિશ 8-10,

– બદામ કતરેલી 8-10

રીત :

સૌ પ્રથમ જાડા તળિયાની તપેલીમાં દૂધને ધીમા તાપ પર ઉકાળો અને તેમા છીણેલું ગાજર નાખીને બાફો.

ગાજર બફાય ગયા પછી તેમા ખાંડ, કાજુ, બદામ, કિશમિશ નાખીને બે-ત્રણ મિનિટ ઉકાળો અને ઉપરથી ઈલાયચીનો ભૂકો નાખીને ભેળવી દો. ગરમા-ગરમ પૌષ્ટિક ગાજરની ખીર પરોસો અને ઉનાળામાં ગરમ પસંદ ના હોય તો ફ્રિઝમાં ફંડી કરીને મજા માણો.

ટીપ્પણી