માણો એકદમ સ્વાદિષ્ઠ અને ચટાકેદાર “વેજિટેબલ કટલેટ”

- Advertisement -

970874_4289490174287_713534016_nવેજિટેબલ કટલેટ

કટલેટ્સ સામગ્રી :

બાફેલાં બટાકાનો છૂંદો – ૫-૬ નંગ,

સમારેલી ફણસી – ૫-૬ નંગ,

બીટનું છીણ – ૧ નંગ,

પલાળેલાં લીલાં વટાણા – અડધો કપ, તેલ – ૨ ચમચા, તળવા માટે, જીરું -અડધી ચમચી, બારીક સમારેલું આદું – નાનો ટુકડો, બારીક સમારેલી ડુંગળી – ૧ નંગ, બારીક સમારેલાં લીલાં મરચાં – ૧-૨ નંગ, મરચું – ૧ ચમચી, હળદર – પા ચમચી, મીઠું – સ્વાદ મુજબ, કાજુનો ભૂકો – ૧૦ નંગ, મેંદો – ૨ ચમચા, સમારેલી કોથમીર – ૨ ચમચા, લીંબુનો રસ – ૧ ચમચો, બ્રેડક્રમ્બ્સ – ૧ કપ

રીત

એક પેનમાં બે ચમચા તેલ ગરમ કરો. તેમાં જીરું, સમારેલાં આદું, ડુંગળી નાખી બે મિનિટ સાંતળો. તેમાં લીલાં મરચાં, મરચું, હળદર ભેળવીને એક મિનિટ હલાવો. હવે ફણસી, બીટનું છીણ અને વટાણા નાખો. મીઠું નાખી બે મિનિટ સુધી સાંતળો. કાજુનો ભૂકો અને મેંદો ઉમેરી બે મિનિટ સાંતળી નીચે ઉતારી લઇ ઠંડું થવા દો. એક ઊંડા બાઉલમાં છૂંદેલાં બટાકા લઇ, તેમાં મિકસ વેજિટેબલનું મિશ્રણ ભેળવો. સમારેલી કોથમીર નાખી જરૂર લાગે તો મીઠું નાખો. લીંબુનો રસ ઉમેરો. બીજા પેનમાં તેલ ગરમ કરો. મિશ્રણમાંથી થોડો ભાગ લઇ તેનો ગોળો વાળી બ્રેડક્રમ્બ્સમાં રગદોળો. સહેજ દબાવીને કટલેટને પેનમાં બંને બાજુએ બ્રાઉન રંગની સાંતળી લો. આ રીતે બધી કટલેટ્સ તૈયાર કરો. સાંતળીને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. ગરમગરમ સર્વ કરો.

રસોઈની રાણી : સુનીતા ચોટલીયા (રાજકોટ)

ટીપ્પણી