માણો અને જાણો : “ચીઝી ચટ પટા બ્રેડ પકોડા”

- Advertisement -

1010654_10201640642044692_529098864_nમાણો અને જાણો : “ચીઝી ચટ પટા બ્રેડ પકોડા”

 

સામગ્રી :

 

ચણા નો લોટ – 1 કપ

હિંગ – ચપટી

અજમો – 1/ 2 ટી .સ્પૂન

પાણી જરૂર મુજબ

બ્રેડ – 6

ગ્રીન ચટણી – 3 ટે .સ્પૂન

હોટ અને સ્વીટ ટોમેટો સોસ – 3 ટે .સ્પૂન

ચીઝ ના ટુકડા – 2

મીઠું જરૂર મુજબ

 

રીત :

 

એક બોવ્લ માં ચણા નો લોટ , મીઠું હિંગ , અજમો અને પાણી મિક્ષ કરો .

એક બ્રેડ લઇ ત્રિકોણ આકાર માં કાપો . એક ત્રિકોણ પીસ લઈને ગ્રીન ચટણી લગાવો। . બીજા ત્રિકોણ પીસ લઈને હોત અને સ્વીટ ટોમતો સોસ લગાવો . બંને ત્રિકોણ પીસ વચે ચીઝ મુકો અને સેન્ડવીચ બનાવી લો .

આ સેન્ડવીચ ને ચણા ના ખીરા માં દબોડી તળી લો .

ગરમા ગરમ સ્વાદ માણો .

 

રસોઈની રાણી – રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી