માઇક્રોવેવ ખમણ કપકેક

- Advertisement -

1013162_10201841027454202_1064286198_n

 

માઇક્રોવેવ ખમણ કપકેક

 

સર્વિંગ – 3 કપકેક

 

સામગ્રી :

ચણા નો લોટ – 4 ટે .સ્પૂન

દહીં – 2 ટે .સ્પૂન

પાણી – 2 ટે .સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ખાવાનો સોડા ( ઈનો ) – 1 /4 ટી .સ્પૂન

હળદર પાવડર – ચપટી

લીંબુ ના ફુલ – 1 /4 ટી .સ્પૂન

 

સામગ્રી તડકા માટે :

ઓઈલ – 2 ટે .સ્પૂન

રાઈ – 2 ટી .સ્પૂન તલ – 2 ટી .સ્પૂન

લીલા મરચા – 3 નંગ

મીઠો લીમડો – 5 નંગ

ખાંડ – 2 ટે .સ્પૂન

પાણી – 1 /2 કપ

કોથમીર – 1 ટે .સ્પૂન

 

રીત :

એક બોવ્લ માં ચાના નો લોટ , દહીં , મીઠું , હળદર , લીંબુના ફૂલ , પાણી મિક્ષ કરો . મિક્ષ કરી 5 મિનીટ રહેવા દો .

ખાવાનો સોદા મિક્ષ કરો અને બરાબર મિક્ષ કરો 2 – 3 મિનીટ .

આ મિશ્રણ ને કપકેક ના મોલ્ડ માં ભરી દો . માઈક્રો પ્રૂફ બોવ્લ લઇ થોડું પાણી ભરો . મોલ્ડ ગોઠવી 3 મિનીટ માઈક્રો કરો . બહાર કાઢી 2 મિનીટ ઠંડુ થવા દો ..

એક પેન માં ઓઈલ લઇ , રાઈ તતડે પછી લીલા મરચા , મીઠો લીમડો , તલ ખાંડ , પાણી નાખી 2 મિનીટ ઉકાળો . પછી આ તડકા ને કપકેક પેર રેડો .3 – 4 મિનીટ રહેવા ડો . પછી અન મોલ્ડ કરો .

કોથમીર ભભરાવી ને પીરસો .

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી