મસાલેદાર હરિયાળી પરાઠા

- Advertisement -

150472_10200337849028327_108227683_n

 

મસાલેદાર હરિયાળી પરાઠા

 

સામગ્રી :-

2 નાના ટમેટા

200 ગ્રામ છીણેલું પનીર

2 મીડીયમ સીમલા મિર્ચ

2 મીડીયમ ગાજર

1 કપ ફ્રેંચ બીન્સ સમારેલા ટુકડા

1 કપ લીલા વટાણા

1 કપ પાલખ ના પાન

1 કપ કોથમરી

1 ચમચી ખાંડ

1 નંગ નાનો સમારેલો આદુ

2 થી 3 લીલાં મરચાં

3 થી ૪ કળી લસણ

2 ચમચ નાળિયેરનું ખમણ

1 ચમચો તલ

2 ચમચો તેલ

મીઠું સ્વાદ અનુસાર

ઘઉં નો લોટ માપ નથી તે પરોઠા વણી શેકી શકાય તેટલો નાખવો

પરાઠા શેકવા માટે :- તેલ અથવા બટર

સર્વ કરવા માટે: ચટણી અથવા દહીં

 

બનાવાની રીત

સૌ પ્રથમ ટમેટા, ફ્રેંચ બીન્સ , લીલા વટાણા, ગાજર, પાલખ ના પાન, કોથમરી, નાનો સમારેલો આદુ, લસણ ,લીલાં મરચાં ,સ્વાદ અનુસાર મીઠું ,ખાંડ, અને થોડોક તેલ ઉમેરી મિક્ષ્ચર માં પીસી લો.

ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું, થોડોક તેલનું મોણ, તલ, નાળિયેરનું ખમણ, છીણેલું પનીર અને પીસેલા શાકભાજી ની પેસ્ટ ઉમેરી પરોઠા જેવો લોટ બાંધવો.

લોટ બંધાઈ જાય એટલે પરોઠા વણી તવી પર બટર કે તેલ મૂકી શેકી લેવા.

તૈયાર પરોઠા ને ઉપર થી બટર મૂકી ગરમ ગરમ જ દહીં અથવા ચટણી સાથે સર્વ કરો.

રસોઈની રાણી : જાગૃતિ કલ્પેશ ગંગર

ટીપ્પણી