મશરૂમ મટર મસાલા

- Advertisement -

382550_142451365959314_1788712986_n

 

મશરૂમ મટર મસાલા

 

સામગ્રી :

1 કપ સમારેલ બટન મશરૂમ

1/2 કપ લીલા વટાણાં

1 કપ ઝીણી સમારેલી ડુંગળી

6-7 કલી લસણ સમારેલુ

1/2 tblsp ઝીણું સમારેલું આદુ

2 tblsp ટામેટા ની પેસ્ટ

1 કપ ટામેટા ની પ્યોરી

2-3 સુકા આખા મરચા

2-3 લવિંગ

1 tblsp જીરું

1/2 tblsp હળદર

1 tblsp જીરા પાવડર

1 tblsp ધાણા પાવડર

1/2 tblsp તજ નો પાવડર,

1 tblsp બટર,

મીઠું જરૂર મુજબ

તેલ જરૂર મુજબ

લીલા ધણા સમારેલા ગાર્નીશ કરવા

 

 

રીત :

1. સૌ પ્રથમ ડુંગળી, લસણ , આદુ અને સુકા મરચા ને મિક્સર માં પીસી ને એની પેસ્ટ કરી લો

2. સમારેલા મશરૂમ ને એક ચમચી બટર માં સાંતારી લો, તેમ જ વટાણા ને થોડા એવા ગરમ પાણી માં બાફી લો

3. ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરી, તેમાં લવિંગ અને જીરું ને ઉમેરી 2-3 મિનીટ સુધી પકાવો

4. તેમાં હવે આપને બનાવેલી ડુંગળી વારી પેસ્ટ ઉમેરો, તેને ધીમી આંચ પર ગોલ્ડેન થાઈ ત્યાં સુધી પકાવો

5. હવે તેમાં હળદળ, મીઠું ઉમેરો

6. ત્યાર બાદ તેમાં ટામેટા પેસ્ટ અને ટામેટા ની પ્યોરી ઉમેરી એને ત્યાં સુધી પકવો જ્યાં સુધી આ ગ્રેવી ડ્રાય થાય

7. હવે તેમાં મશરૂમ અને વટાણા ઉમેરો . તેને 3-4 મિનીટ પકાવો

8. હવે તેમાં જીરા પાવડર, તજ નો પાવડર અને ધાણા પાવડર ઉમેરો

9. તેમાં 1/2 કપ પાણી ઉમેરો અને ઉકાળવા દો , જ્યાં સુધી તેમાંથી તેલ છુટુ પડે અને ઉપર તરી આવે

10. હવે લીલા સમારેલા ધાણા વડે ગાર્નીશ કરો

આ કરી ને ભાત, રોટલી, નાન કે પછી પરાઠા સાથે ખાઈ શકો છો

ટીપ્પણી