“મને યાદ આવે છે” – અંકુર પટેલ રચિત એક કવિતા…

ધોધમાર વરસાદ મા ભીંજાતા ભીંજાતા

બાળપણ મા કરેલા પાણી ના છબછબીયા યાદ આવે છે…

કોલેજો ના પગથીયા ચડતા ચડતા

બાલમંદિર ના નાના નાના પગથીયા યાદ આવે છે…

કોલેજો મા નોટ્સ બનાવતા બનાવતા

બાળપણ નુ લેશન યાદ આવે છે…

કેન્ટીન મા નાસ્તૉ કરતા કરતા

શાળા મા લઇ જતો નાસ્તા નો ડબો યાદ આવે છે….

મોર્ડન જીન્સ ટી-શર્ટ પહેરતા પહેરતા

બાળપણ ના સ્કૂલ યુનિફોર્મ યાદ આવે છે …..

મિત્રો સાથે હસતા હસતા કલાસરૂમ મા જતા જતા

શાળામા મુકવા આવેલ મમ્મી ને રડતા રડતા ટાટા કહેવાનુ યાદ આવે છે…

બાયનરી,ડેસીમલ,હેક્ઝા,ઓક્ટલ ની ગણતરી મા

બાળપણ ના એકડા યાદ આવે છે…

વિદેશી કંપનીઓ ના પિઝા,બર્ગર ખાતા ખતા

બાળપણ મા ખાધેલા પફ,ચોકલેટો અને આઇસક્રીમ યાદ આવે છે….

થન્સઅપ,કોકાકોલા,સ્પ્રાઇટ પીતા પીતા

બાળપણ ની ૧રૂ. વાળી પેપ્સીકોલા યાદ આવે છે…

કોમ્પ્યુટર મા ગેમ રમતા રમતા

બાળપણ ની રમેલી વિડીયો ગેમ યાદ આવે છે…

મોબઈલ,લેપટોપ ની વાતો કરવામા

બાળપણ મા કરેલી રીમોટ વાળી ગાડીઓ ની વાત યાદ આવે છે..

મિત્રો સાથે બાઈકો લઈ ને ફરવા જતા જતા

બાળપણ મા મિત્રો સાથે ફેરવેલી સાઈકલ યાદ આવે છે…

રાત્રે બેડશીટ પર સુતા સુતા

ઘોડીયા મા સુતેલા પળ યાદ આવે છે…

વેકેશન મા ફરવા જતા જતા

મામા ના ઘરે વીતાવેલ પળ યાદ આવે છે…

ઓફિસ ચેર મા જુલતા જુલતા

બાળપણ ના હીંચકા યાદ આવે છે..

મોર્ડન હાઈટેક જમાના મા

બાળપણ ની શાન્તી વાળુ જીવન યાદ આવે છે..

બાળપણ નુ સ્મરણ મને થાય છે

મને બાળપણ યાદ આવે છે…..

– અંકુર પટેલ

ટીપ્પણી