મથુરકાકાની યાદશક્તિ

Gujaratijoks hw

મથુરકાકાની યાદશક્તિ બહુ નબળી થતી જતી હતી. એમને મળવા એમના જૂના મિત્ર મનુકાકા આવ્યા. વાતમાંથી વાત નીકળતાં મથુરકાકા કહે :

‘અરે હા, આ અમારી 50મી લગ્નતિથિ હતી. ને, એ રાતના અમે બન્ને જણા એક નવી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ! અરે, બહુ સરસ ખાવાનું હતું !’

‘એમ ? શું નામ હતું એ રેસ્ટોરન્ટનું ?’

‘નામ….’ ઘરડા મથુરકાકા માથું ખંજવાળવા લાગ્યા, ‘પેલું ફૂલ હોય છે ને… પેલું સુગંધીદાર ફૂલ…’

‘ગુલાબ ?’

‘ગુલાબ નહીં યાર, આ…… પેલું સફેદ કલરનું હોય છે ને ?’

‘જૂઈ ?’

‘ના, ના, જૂઈ નહીં.’

‘ચમેલી ?’

‘અરે ચમેલી નહીં યાર…. આ તો મોટું સફેદ ફૂલ થાય છે અને પાછું મોટા ઝાડ પર ઊગતું હોય છે.’

‘ચંપો ?’

‘હા, હા…. એ જ !’ મથુરકાકા તરત જ સોફામાંથી ઊંચા થઈને રસોડા તરફ મોં કરી ઊંચા અવાજે કહેવા લાગ્યા : ‘અરે ચંપા…. ? આ રવિવારે આપણે કઈ રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ?

 

ટીપ્પણી