મજા માણો, લીલા નાળિયેરનાં સ્વાદિષ્ટ વડાની

- Advertisement -

600769_535220149848460_965773440_nમજા માણો, લીલા નાળિયેરનાં સ્વાદિષ્ટ વડાની

 

સામગ્રી:

 

10 નંગ પાલકના પાન

લીલા નાળિયેરની કડક અથવા નરમ મલાઇ

1 બાફીને સ્મેસ કરેલું બટાટું

2 ટેબલસ્પૂન પનીરના નાના ટુકડા

1 ટીસ્પૂન આદું-લસણ-મરચાંની પેસ્ટ

1 ટીસ્પૂન તલ

1 કપ બાફેલી મકાઇ

1 ટીસ્પૂન ગરમ મસાલો

2 ટીસ્પૂન સીંગનો ભૂકો

1 ટીસ્પૂન મરીનો પાઉડર

1 કપ સમારેલી કોથમીર

1 ટીસ્પૂન લીંબુનો રસ

1 ટીસ્પૂન હળદર

1 કપ ચણાનો લોટ

1 કપ લીલા નાળિયેરનું પાણી

1 ચપટી ખાવાનો સોડા

1 ટીસ્પૂન મેંદો

મીઠું – સ્વાદ મુજબ

તેલ – તળવા માટે

 

રીત:

 

– સૌપ્રથમ ચણાના લોટમાં, મેંદો, મીઠું, ખાવાનો સોડા નાખીને તેમાં નાળિયેરનું પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.

– ખીરામાં થોડા તલ પણ ઉમેરો.

– ગેસ પર તવી મૂકી તેના પર તેલ મૂકી પાલકના પાનને સાંતળો.

– હવે તેમાં બાફેલી મકાઇ, બટાકા, સીંગનો ભૂકો, પનીરના ટુકડા, આદું-મરચાં-લસણની પેસ્ટ, કોથમીર, મરી પાઉડર, મીઠું, હળદર, લીંબુનો રસ, ગરમ મસાલો નાંખીને સારી રીતે મિક્સ કરો અને થોડી વાર રહેવા દઇ ગેસ પરથી ઉતારી લો.

– હવે પાલકના પાનની દાંડલી કાપીને તેના પર ખીરું લગાવો.

– નાળિયેરની પાતળી મલાઇ પાલકના પાન પર મૂકો અને મલાઇમાં એક ચમચી મસાલો મૂકો.

– પાલકના પાનથી મલાઇને પેક કરો. આ પાનને મનગમતો આકાર આપી ખીરામાં બોળી ગરમ તેલમાં તળો.

– આછા બ્રાઉન રંગનું થાય એટલે તેને વચ્ચેથી બે ભાગ કરીને સોસ કે ચટણી સાથે પીરસો.

ટીપ્પણી