મગની દાળની ચટાકેદાર સુગંધીદાર કઢી :

1000425_540110332692775_1082687308_n

 

મગની દાળની ચટાકેદાર સુગંધીદાર કઢી :

 

* સામગ્રી:

૩૦૦ ગ્રામ મગની દાળ (ફોતરા વગરની)

૪૦૦ ગ્રામ દહીં

૧-૨ ચપટીક હિંગ

૧/૨ નાની ચમચી જીરું

૧/૨ નાની ચમચી મેથી

૧/૨ નાની ચમચી હળદર

૨-૩ નંગ લીલાં મરચાં

૧/૪ નાની ચમચી લાલ મરચાનો પાઉડર

૧- ટે.સ્પૂન લીલી કોથમીર

તેલ (કઢી તેમજ તેમાં મૂકવા માટેના ભજીયાતળવા માટે)

 

* રીત:

 

મગની દાળ સાફ કરી, ધોઈ અને ૨ થી ૩ કલાક માટે પલાળવી.

પલાળેલી દાળ ત્યારબાદ, પાણીમાંથી બહાર કાઢી અને મિક્સીમાં ઝીણી પીસવી. તેમાં સ્વાદ અનુસાર મીઠું, આદુ-મરચાની પેસ્ટ વગેરે નાંખી અને જે પૂરણ તૈયાર કરેલ છે, તેને લઇ અને કઢીનો જ્યારે પહેલો ઉફાળો આવે કે તરત જ દાળના ડોયાથી કઢીમાં નાના નાના મૂઠિયા મૂકવા. આમ ધીરે ધીરે બધાજ મૂઠીયા મૂકી દેવા. અને કઢી ની સાથે મૂઠીયાને પાકવા દેવા. ખાસ ધ્યાન રહે કે વારંવાર ચમચાથી કઢી હલાવતી સમયે સાવચેતી રાખવી કે મૂઠીયા તૂટીને છૂટા ના પડી જાય. ધીમા તાપે કઢીને પાકવા દેવી.

કઢી પાકી ગયા બાદ, કઢીમાં વઘાર કરવા માટે એક નાના વાટકામાં કે વાઘારીયામાં ૨ (બે) નાની ચમચી તેલ મૂકી અને ગરમ કરવું. ત્યારબાદ, તેમાં ૧/૨ જીરું નાંખવું, જો તમને તીખું પસંદ હોય તો, ૨ -૩ નંગ લીલાં મરચા લંબાઈમાં ચીરી કરી અને સાથે સાથે ૧/૨ ચમચી લાલ મરચું નાંખી અને વઘારનું તેલ કઢી ઉપર નાંખવું. ત્યારબાદ, વધારાની લીલી કોથમીર તેની ઉપર છાંટવી.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!