મકાઇ પનીરના સમોસા :

0
3

1002956_540121002691708_714431625_n

 

મકાઇ પનીરના સમોસા :

 

* સામગ્રી :

– પનીર – ૨૫૦ ગ્રામ,

– મકાઇના બાફેલા દાણા (અમેરિકન) – ૨૦૦ ગ્રામ,

– લીલાં મરચાં – ૨૫ ગ્રામ,

– બારીક સમારેલી કોથમીર – ૧૦૦ ગ્રામ,

– ગરમ મસાલો – ૧ ચમચી,

– મેંદો – ૨૫૦ ગ્રામ,

– મીઠું – પ્રમાણસર

 

* રીત :

સૌ પ્રથમ પનીર છીણો. બાફેલી મકાઇમાં પનીરનું છીણ મિકસ કરો. તેમાં ગરમ મસાલો, મીઠું, વાટેલાં લીલાં મરચાં અને બારીક સમારેલી કોથમીર નાખો. પછી બરાબર મિકસ કરો. મેંદામાં મીઠું તથા ૧ ચમચો તેલ નાખી પૂરી જેવો લોટ બાંધો. પટ્ટી સમોસાની જેમ બધી રોટલીઓ તૈયાર કરી, પટ્ટી કાપી, સમોસા ભરો. આમાંથી સાદા સમોસા પણ વાળી શકાય. સમોસા ગરમ તેલમાં તળી, લીલી ચટણી અને કેચઅપ સાથે પીરસો.

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here