ભેળ સંજોલી

images (7) FNZDFHYETAYHH

 સામગ્રી :-

  – મમરા : ૫૦ ગ્રામ

– બટેટા : ૨૦૦ ગ્રામ

– ઝીણી સમારેલ ડુંગળી : ૧૦૦ ગ્રામ

– ઘઉં નો લોટ : ૩૦૦ ગ્રામ

  – મીઠું : જરૂર પ્રમાણે

  – કોથમીર ની ચટણી

– ખજુર ની ચટણી

 

રીત :-

– ૩ ટી.સ્પુન તેલમાં મમરા વઘારી તેમાં બાફી ને ઝીણા સમારેલ બટેટા, ડુંગળી, અને ઝીણી સેવ મિક્સ કરવી.

– હવે ૧૦૦ gm ઘઉંનાં લોટમાં મીઠું નાખી કડક પૂરી બનાવી તેનો ભૂકો કરી તે પણ મિક્સ કરવી.

– હવે કોથમીર, ખજુર ની ચટણી જોઈતા પ્રમાણે મિક્સ કરી ભેળ તૈયાર કરવી .

– પછી બાકીના ૨૦૦ ગ્રામ ઘઉંના લોટમાં મીઠું, ૪ ટી.સ્પુન મોણ નાખી પૂરી જેવો  લોટ બાંધવો.

– હવે બે પૂરી વણી એક પુરી પર ૨ ટી.સ્પુન જેટલી ભેળ મૂકી તેની આજુબાજુ કિનારી પર પાણી  લગાવી તેના પર બીજી પૂરી મૂકી કાંટા વડે દબાવી નેડીઝાઈન પાડી ગરમ તેલમાં તળી લેવી.

તો તૈયાર છે એક અનોખી વાનગી – “ભેળ સંજોલી”. તેને કોથમીરની ચટણી સાથે સર્વ કરીને મજા માણો. 

Courtesy: Harsha Mehta, Rajkot

ટીપ્પણી