ભુલક્કડ પત્ની…!

- Advertisement -

410043

 

“પત્ની એની કારની ચાવી ભૂલી ગયેલી, અને હોટેલની રૂમ અને બધી જગ્યાએ તેને ખુબ શોધી પણ તે અસફળ રહી.

તેના પતિ તેને કારમાં ચાવી ભૂલી જવા માટે ગણી વાર ખીજાયા હતા તેથી તેને થયું કે કદાચ આ વખતે પણ તે ચાવી કારમાંજ ભૂલી ગઈ હશે. તેથી તે પાર્કિંગમાં ગઈ પણ તેનેતો કાર જ નઈ મલી.

તેથી તેને પોલીસમાં ફરિયાદ કરી તે જગ્યા તથા કાર નંબરની માહિતી જણાવ્યા પછી તેણે ડરતા ડરતા તેના પતિને ફોન કર્યો, અને કહ્યું “ પ્રિયતમ ! હું ફરીથી ચાવી કદાચ કારમાં જ ભૂલી ગઈ હતી જેથી આ વખતે કાર ચોરાય ગઈ છે !“

તેના પતિએ કહ્યું “ એ ગાંડી ! હું જ તને હોટેલ મૂકી ગયો હતો ! “

થોડી વાર તેણીને શાંતિ થઈ ગઈ, પછી તે બોલી “ તો મને જલ્દી લઇ જાવો ને….“

તેના પતિએ ગુસ્સામાં કહ્યું “ હું થાય એટલો જલ્દી આવીશ પણ આ પોલીસ માનતો નથી કે મે આ કાર નથી ચોરી !”

હા હા હા …..

ટીપ્પણી