ભાવતાલ કેવીરીતે કરવુ એ ગુજરાતી(specially અમદાવાદી) સ્ત્રીઓ પાસેથી શીખો..!

india-inflation-2011-9-15-10-20-46સ્ત્રી: બટાકા શુ ભાવ આપ્યા?

વેપારી : 20 રૂ કીલો.

સ્ત્રી : આ એક કીલો નો ભાવ છે કે આખી લારી ના બટેકા નો ???

વેપારી: સારુ ચલો 15 રૂ કરી દૈઇશ.

સ્ત્રી : કાલુપુરમાં 10 રૂ કીલો મળે છે.

વેપારી: બેહન તમે કેટલા આપશો એ કહો ને?

સ્ત્રી: હુ તો મફત પણ માગુ તમે તમારો વેચવાનો છેલ્લો ભાવ કૈઇ દો

વેપારી: સારુ 12 રૂ આ છેલ્લો ભાવ આનાથી નીચે તો મારા ઘરે પણ નથી પડતા.

સ્ત્રી: સારુ ચલો જોખો અરે ત્રાજવુ નમાવો છો તમે?

વેપારી: જોખીને ભરતો હોય ત્યારે

સ્ત્રી: તમે ઓછુ જોક્યુ છે હો એક બટાકુ એક્સ્ટ્રા મુકી દો

વેપારી: એક બટાકુ એકસ્ટ્રા મુકે છે.

સ્ત્રી: સારુ થોડૉ મીઠો લીમડો, ધાણા અને એક બે મરચા આપી દો.

વેપારી: બેહન ધાણા મરચા ના ભાવ વધી ગયા છે.

સ્ત્રી: હુ તો રેગ્યુલર ગ્રાહક છુ 2 રૂ નુ આપવામા આટલી કચકચ…

વેપારી: કંટાળીને ધાણા મરચા અને મીઠો લીમડો આપે છે

અને અંતે ગુજરાતી સ્ત્રીને કાલુપુર ના ભાવમા 10 રૂ. કીલો બટેકા મળે છે

એટલે ઓસ્કર મેળવ્યો હોય એવુ એક ડગલુ ઉચુ ચાલે છે…!

ટીપ્પણી