ભારતની આઝાદી પહેલાના સમયની આ વાત છે.

- Advertisement -

200ckt

 

ભારતની આઝાદી પહેલાના સમયની આ વાત છે.

એકવાર ગોંડલની સગ્રામજી હાઇસ્કુલના મેદાનમાં રમતગમતના એક શિક્ષક વિદ્યાર્થીઓની સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. શિક્ષક બેટીંગ કરતા હતા. એક બોલને એણે એવો તો ફટકાર્યો કે એ બોલ સ્કૂલ બિલ્ડીંગના ટાવરની ઘડીયાલ સાથે ટકરાયો. બોલ વાગવાથી ઘડીયાલના કાચના ભુક્કા બોલી ગયા.

શિક્ષક સહિત બધા જ વિદ્યાર્થીઓ મુંઝાયા કારણ કે તેઓ જાણતા હતા કે આ રાજ્યની કોઇપણ મિલ્કતને નુકસાન કરવામાં આવે તો તે માટે નુકશાન પહોંચડનારા પાસેથી દંડ વસુલ કરવામાં આવશે માટે આ સજા શિક્ષકને પણ કરવામાં આવશે.

સાંજ સુધીમાં તો શિક્ષકને લેખિતમાં સજાનો હુકમ પણ પહોંચતો કરવામાં આવ્યો. “ તમે શાળાના ટાવરની ઘડીયાલનો કાચ ફોડીને રાજ્યની મિલ્કતને નુકસાન પહોંચાડ્યુ છે આવતી કાલે સાંજે 4 વાગ્યા સુધીમાં તમારે દંડની રકમ રૂ. 10/- સરકારી કચેરીમાં જમાં કરાવવાની રહેશે.”

હુકમ મળતા જ શિક્ષક મુંઝાયા કારણ કે 10/- રૂપિયા બહુ મોટી રકમ હતી આખા મહિનાનો પગાર 10/- રૂપિયા થતો. કંઇ બચત પણ નહોતી હવે શું થશે ? એ વિચાર માત્રથી એનું શરિર ધ્રુજતું હતું. સવારે 9 વાગ્યાની આસપાસ શિક્ષકને મહારાજા દ્વારા રાજયની કચેરીમાં બોલાવવામાં આવ્યા.

પેલા શિક્ષકતો ડરતા ડરતા ગયા. કચેરીમાં ગોંડલના મહારાજા ભગવતસિંહજી પોતાના અધિકારીઓ સાથે બેઠા હતા. શિક્ષક આવ્યા એટલે મહારાજાએ પોતાના અધિકારીઓને સંબોધીને કહ્યુ , “ જુવો બધા, મારે તમને આજે રાજ્યના એક રમતવિર શિક્ષકનો પરિચય કરાવવો છે. આ શિક્ષક ક્રિકેટના માસ્ટર છે. બહું સરસ ક્રિકેટ રમી જાણે છે અને આપણા રાજયના બાળકોને શિખવાડે પણ છે. આવા શિક્ષકનું સન્માન કરવું તે આપણી ફરજ છે માટે આજે રાજ્ય વતી 10/- રૂપિયાનું રોકડ પુરસ્કાર આપીને હું આ શિક્ષકનું સન્માન કરું છું.” પેલા શિક્ષકે પુરસ્કાર સ્વિકાર્યુ અને તુરંત જ રાજયની કચેરીમાં જઇને દંડની રકમ પણ ભરી દીધી.

સજા કરીને પણ સન્માન કરવાની આ રીત લોકોના હદય પર રાજ કરવાની ઇચ્છા વાળા લોકો માટે દિવાદાંડી જેવી છે…..!!

Courtesy: Mr. Sagpariya

ટીપ્પણી