ભાતના પુડલા :

4854_r-4

 

ભાતના પુડલા :

 

* સામગ્રી :

– વધેલા ભાત,દહીં (ભાતના પ્રમાણે),

– ઘઉંનો લોટ (ભાતના પ્રમાણે),

– લાલ ટામેટું – ૧ ઝીણું સમારેલું,

– લીલાં મરચાં – ૨ ઝીણાં સમારેલાં,

 

* મસાલો :

હળદર, મીઠું, લાલ મરચું, ધાણાજીરું પ્રમાણસર

કોથમીર – ૨ ચમચા ઝીણી સમારેલી,તેલ.

 

* રીત :

એક વાસણમાં ભાત લઈ, ભાત દહીંમાં ડૂબે તેટલું દહીં નાખી ભાત રહેવા દેવો. જ્યારે પુડલા બનાવવાના હોય ત્યારે હાથથી છૂટા પાડી તેમાં પ્રમાણસર ઘઉંનો લોટ નાખી તેમાં બધો મસાલો અને ટામેટું અને કોથમીર અને લીલું મરચું નાખી પ્રમાણસર પાણી નાખી પુડલા માટેનું ખીરું તૈયાર કરવું. હવે ગરમ કરેલા તવા ઉપર તેલ નાખી ચમચા વડે પુડલું પાથરી ધીમા તાપે લાલ થવા દેવું. પછી તવેથા વડે ધીમેથી પલટાવી બીજી બાજુ પણ ધીમા તાપે તેલ નાખી લાલ થવા દેવું.

ટીપ્પણી