બોલીવૂડના ગીતો પર કરેલો એક જોરદાર હાસ્યથી ભરપુર કટાક્ષ

- Advertisement -

આપણા હિન્દી ફિલ્મ ના ગીતો અમુક એવા ખતરનાક લખેલા હોય છે કે જાને મગજ લડાવ્યા વગર જ સાંભળવું પડે 😉 …

હું ઘણીવાર આવા ગીતો સંભાળું તો કૈક અલગ જ વિચાર આવે :D…અમુક ગીતો અને એમાં થી નીકળતી રમુજ મેં અહી લખેલી છે…..

– તું મેરે સામને ..મેં તેરે સામને…. (ફિલ્મ : ડર)

(ચાલ આમચુરી-ચપ્પાચુરી રમીએ….)

– પરદેસીયો સે ના અખિયાં મિલના ..પરદેસીયો કો હૈ એક દિન જાના.. (ફિલ્મ : જબ જબ ફૂલ ખીલે)

(કહી રહ્યો છે…. કે ડરાવી રહ્યો છે…..)

– તેરા સાથે હૈ તો મુજ્હે ક્યાં કમી હૈ….અંધેરો સે ભી મિલ રહી રોશની હૈ .. (ફિલ્મ : પ્યાસા સાવન)

( તો કાલ થી પાવર સપ્લાય બંધ…એટલી વીજળી બચી જશે …)

– કૈસે મુજ્હે તુમ મિલ ગયી…કિસ્મત પે આયે ના યકીન … (ફિલ્મ : ગજની)

( બિચારા ને પસ્તાવો થયી રહ્યો છે અને શોક માં છે કે કેવી રીતે મળી ગયી મને… અરે રે રે .!!! )

– કબુતર જા જા જા … કબુતર જા જા જા ..પેહલે પ્યારકી પેહલી ચિટ્ઠી સાજન કો દે આ . (ફિલ્મ : મૈને પ્યાર કિયા)

( બિચારા કબુતર ને શું કામ હેરાન કરે છે.. જાતે પ્રેમ કર્યો તો જાતે જા ની….આળસુ )

– મુજ્હે નીંદ ના આયે ચૈન ના આયે… કોઈ જાયે ઝારા ઢુંઢ કે લાયે ..ના જાને કહા દિલ ખો ગયા… (ફિલ્મ : દિલ )

( ઊંઘવા માટે ઊંઘ ની જરૂર હોય છે..દિલ ની નઈ ….. )

– તું પ્યાર હૈ કિસી ઔર કા…તુજ્હે ચાહતા કોઈ ઔર હૈ …. (ફિલ્મ : દિલ હૈ કી માનતા નહિ )

( ભાઈ તને કેવી રીતે ખબર પડી… બીજા કોઈ કામ ધંધા નથી…. જાસુસી કર્યા કરે છે )

– આંખો મેં તેરી અજબ સી અજબ સી અદાએ હૈ…. (ફિલ્મ : ઓમ શાંતિ ઓમ)

( અરે ભાઈ કોઈ અદા-બદા નથી…બાડી છે અને આમ તેમ આંખ ફેરવે છે….. )

– જો ભી મેં કેહના ચાહું ..બરબાદ કરે અલ્ફાઝ મેરે… (ફિલ્મ : રોકસ્ટાર)

( તો નઈ કે ને… તારા પર કોણ જબરદસ્તી કરે છે કે તું બોલ બોલ ને બોલ જ. …. )

– દીદી તેરા દેવર દીવાના…હાય રામ કુડીઓ કો ડાલે દાના (ફિલ્મ : હમ આપકે હૈ કોન)

( કેમ તને ભાવ નઈ આપ્યો એટલે ખોટું લાગી ગયું અને ફરિયાદ કરવા લાગી દીદી પાસે ….!!!!! )

– બોલ ના હલકે હલકે ….બોલ ના હલકે હલકે (ફિલ્મ : ઝૂમ બરાબર ઝૂમ)

( જોર જોર માં નઈ બોલતો નઈ તો આજુબાજુ વાળા મારવા દોડશે…. )

– ગઝબ કા હૈ દિન સોચો ઝરા…યે દિવાનાપન દેખો ઝરા (ફિલ્મ : કયામત સે કયામત તક)

(અરે કાહે કા ગઝબ ભાઈ…રાતની બાટલી હજી ઉતરી નથી લગતી…..!!!!)

– તેરે હાથ મેં મેરા હાથ હો (ફિલ્મ : ફના)

( પછી લાલ-લાલ ટામેટું….મસ્તી ભરેલું ટામેટું રમશું…. )

સૌજન્ય : વિહંગભાઈ જોશી..

ટીપ્પણી