બીટનો હલવો…….!

- Advertisement -

1003471_141415079396276_1464993320_n

હેલ્લો મિત્રો

“આવી ગઈ છે નવી આશા સાથે સવાર

ગૂડ મોર્નિંગ કહું છુ આપને ફરી વાર ”

ચાલો ત્યારે કુછ મીઠા હો જાયે . આજે આપણે બીટ માંથી બનતો હલવો શીખીએ . જે છે હિમોગ્લોબિન ,કેલ્સીઅમ ,અને વિટામીન સી થી ભરપુર .આમ તો બીટ લુખ્ખું ખાવું બૌ ઓછા લોકો ને ભાવે છે .પણ એને કૈક નવા જ રૂપ માં ટ્રાય કરો તો નાના મોટા સૌ ને ભાવશે .અને બીટ ની સીઝન માં તો એને ખવું જ જોઈએ .

 

સામગ્રી :- બીટ છીણેલું 1વાડકી

દૂધ 2 વાડકી

ઘી 4 ટેબલ સ્પૂન

સુગર 4 ટેબલ સ્પૂન (બીટ સ્વાદ માં તુરુ હોય છે એટલે આને તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો )

ઘી માં તળેલા કાજુ અડધી વાડકી

કોપરાની છીન અડધી વાડકી

 

રીત :- સૌ પહેલા ઘી લઇ ને બીટ ની છીન ને સેકી લો એની સુંગંધ આવે ત્યાં સુંધી સેકો ,

પછી એમા દૂધ ઉમેરો , દુઘ ઘટ્ટ થાય એટલે એમાં સુગર નાખો ,પછી એક દમ ડ્રાય થઇ જાય એટલે એમા કોપરાની છીન અને તળેલા કાજુ નાખો . પછી એને ગરમ ગરમ પ્લેટ મા સર્વ કરો .

બીટ ના હલવા ને તમે અલગ થી શેપ આપી ને કોપરાનું છીન લગાડી ને પણ સર્વ કરી શકો છો .

આમ તો આનો નેચરલ ટેસ્ટ જ સારો લાગે છે પણ તમે ઈલાયચી પણ ઉમેરી શકો છો .

Rupal sathvara (Melbourne, Australia)

ટીપ્પણી