બાળકો માટે સ્પેશિયલ વાનગી – ચોકલેટ રોલ

- Advertisement -

403148_188494484581560_1586468933_n

 

બાળકો માટે સ્પેશિયલ વાનગી – ચોકલેટ રોલ

 

સામગ્રી :-

1 ટેબલ સ્પૂન કોકો પાવડર

3 ટેબલ સ્પૂન ચોકલેટ પાવડર

3 ટેબલ સ્પૂન મલાઈ

merry ગોલ્ડ બિસ્કીટ નો ભૂકો (10 બિસ્કીટ ,કોઈ પણ બિસ્કીટ ચાલે પણ ઓછી સુગર વાળા અને ફ્લેવર વગરના)

મિલ્ક (4 ટેબલ સ્પૂન )

ઘી 2 ટેબલ સ્પૂન

આઈસીંગ સુગર 2 ટેબલ સ્પૂન

પ્લાસ્ટિકની બે જાડી કોથળી (રોટલો કરવા)

પુરણ માટે :- કોપરા નું છીન, મલાઈ 2 ટેબલ સ્પૂન ,અખરોટ નો ભુક્કો 4 ટેબલ સ્પૂન

 

રીત :-

સૌ પહેલા કોકો પાવડર,ચોકલેટ પાવડર, મલાઈ, બિસ્કીટ નો ભુક્કો, મિલ્ક આઈસીંગ સુગર મિક્ષ કરો અને કડક લોટ ની કણક બાંધો.એને લીસ્સો કરવા ધી એડ કરવું. કણક બંધાઈ જાય એટલે એને પ્લાસ્ટિક ના બે કવર વચ્ચે રાખી જાડો રોટલો વનવો .પછી ઉપર નું પ્લાસ્ટિક નું કવર કાઢી લેવું.

પછી એક વાડકી માં કોપરાનું છીન મલાઇ અને અખરોટ નો ભૂકો મિક્ષ કરવુ .

પછી એને સ્પૂન વડે પેલા રોટલા પર જાડુ થર પાથરવું. પછી એ રોટલા નો રોલ વાળવો. રોલ વાડી ને ડિપ ફ્રીઝ માટે 15 મીનીટ માંટે મુકવું.પછી એને બહાર કાઢી ને એના પીસ કરી ને સર્વ કરવા. આ વસ્તુ ને તમે ડેઝર્ટ તરીકે પણ વાપરી શકો છો ઉપર ચોકલેટ સોસ ઉમેરી ને.

આમા કોઈ પણ ડ્રાય ફ્રુટ વાપરી સકાય છે. અને તમારે પુરણ ના બનવું હોય તો જે કણક તૈયાર કરી છે એમાં કોઈ પણ ડ્રાય ફ્રુટ નાખી ને અલગ અલગ મોલ્ડમાં મૂકી ને શેપ આપવો અને સર્વ કરવું. ઉપર ચોકલેટ સોસ પણ નાખી ને આપી સકાય .

 

રસોઈની રાણી : રૂપલ સથવારા

ટીપ્પણી