બાળકોને મનપંસદ એવા શક્કર પારા

249043_539762782727491_1095802459_nબાળકોને મનપંસદ એવા શક્કર પારા

 

સામગ્રી:

1 1/2 કપ મેંદો

1/4 કપ ખાંડ

1/4 કપ દૂધ

2 ટેબલસ્પૂન ઘી

1 ચપટી મીઠું

તળવા માટે ઘી અથવા તેલ

 

રીત:

 

– મેંદાના લોટમાં મીઠું ઉમેરીને ચાળી લો.

– એક પેનમાં ખાંડ, દૂધ અને ઘી મિક્સ કરીને ઉકાળો. ખાંડ ઓગળી જાય પછી મિશ્રણને ઠંડુ થવા દો.

– તેમાં થોડો થોડો કરીને મેંદાનો લોટ મિક્સ કરો અને તેનો કઠણ કણક બાંધો.

– હવે તેમાંથી ગોળ મોટા રોટલા વણો અને તેને ચાકુની મદદથી નાના ટુકડામાં ચેકા પાડીને અલગ કરી લો.

– બની શકે તો યોગ્ય માપના ડાયમંડ શેપના ટુકડા જ કરો.

– તેને ઘી અથવા તેલમાં લાઈટ બ્રાઉન રંગના થાય ત્યા સુધી મધ્યમ આંચ પર તળો.

 

– સુરતી જમણ

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!