બાર્બેક્યૂ – બહાર તો ખાતા જ હશો આજે ઘરે બનાવી પણ જુવો…

“બાર્બેક્યૂ (Barbecue)”

સામગ્રી :

૨૫૦ ગ્રામ.. પનીર (મોટા ચોરસ કાપેલા),
૧ કપ.. દહીં,
૧ ટી સ્પૂન.. શેકેલું જીરૂ પાવડર,
૧ ટી સ્પૂન.. કસૂરી મેથી,
૧ ટી સ્પૂન.. ફૂદીના ની પેસ્ટ,
૧ ટે. સ્પૂન.. લસણ ની પેસ્ટ,
૧ ટી સ્પૂન.. લીલાં મરચાં ની પેસ્ટ,
મીઠુ,
૧ ટી સ્પૂન.. લાલ મરચું પાવડર,
૧/૨ ટી સ્પૂન.. ચાટ મસાલો,
૧ ટી સ્પૂન.. લાબુ નો રસ,
૧ ટી સ્પૂન.. બાર્બેક્યૂ સૉસ,
તેલ..પનીર ટીક્કા શેકવા માટે,

રીત :

• દહીં ને ફેટી લો. તેમાં શેકેલું જીરૂ પાવડર, કસૂરી મેથી, ફૂદીના ની પેસ્ટ, મીઠુ, લીલાં મરચાં અને લસણ ની પેસ્ટ, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, લીંબુ નો રસ, બાર્બેક્યૂ સૉસ અને પનીર ક્યૂબ્સ ઉમેરી સારી રીતે મિક્સ કરો. ઢાંકી ને ફ્રિઝ માં ૧-૨ કલાક માટે મેરીનેટ કરવા મૂકો.
• પેન કે તવા ને ગરમ કરવા મૂકી સ્ક્રૂઅર માં પનીર ભરોવી ને તવાપર થોડુ તેલ મૂકી શેકવા મૂકવું. બધી બાજુ સારી રીતે શેકવું. શેકાય જાય પછી સ્ક્રૂઅર ઉઠાવી સીધું ગૅસ પર મૂકી ફેરવવું, જેથી થોડી સ્મોકી ફ્લેવર આવી જાય.
• બની જાય પછી તરત ઉપર થોડો ચાટ મસાલો ભભરાવવો.
• પ્લેટ માં મૂકી બાર્બેકયૂ સૉસ, કે-ચપ કે ગ્રીન ચટની સાથે ગરમ ગરમ સર્વ કરો.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

હમમમ બહુજ યમી રેસેપી છે આજે તો ઘરે બનાવી જ દો. શેર કરો તમારા મિત્રો સાથે.

ટીપ્પણી