બહુ ચર્ચિત એવો સવાલ કે સલમાનખાન લગ્ન ક્યારે કરશે ???

- Advertisement -

salman-cry-baby_thumb

 

બહુ ચર્ચિત એવો સવાલ કે સલમાનખાન લગ્ન ક્યારે કરશે ???

જો સલમાન લગ્ન કરવાનુ નક્કી કરે તો કેવા સંજોગો ઉભા થાય તે પ્રસ્તુત કરતો હાસ્યાસ્પદ લેખ.. !!

૧) સરકાર દ્વારા તેના નિર્ણયને શુભેચ્છા આપવામાં આવે.

૨) દેશ ભરની આધેડ ઉંમરની કુંવારી કન્યા તેના ઘર બહાર લાઇન લગાવે.

૩) લગ્નનું નક્કી થતા બધા ડીરેક્ટર આગામી ૧૦ વર્ષમાં આવનારી ફીલ્મના કોન્ટ્રાક્ટ અગાઉથી સાઇન કરાવે.

૪) લગ્નના દીવસે ભારત બંધનું એલાન આપવામાં આવે અરબાઝ અને સોહેલ ભારત બંધ કરાવવા નીકળે.

૫) લગ્ન માં ઝેડ-પ્લસ સીક્યોરીટી આપવાનો પ્રસ્તાવ કેબીનેટમાં મુકવામાં આવે.

૬) બચ્ચન સાહેબનાં પરીવારને આમંત્રણ આપવામાં આવે અને સાથે એશ્વયાને લગ્નમાં આવતી અટકાવામાં આવે.

૭) લગ્ન માટે સરકાર દ્વારા મુંબઇ આવતી જતી એક મફતની ટ્રેન દોડાવામાં આવે.

૮) અદાલતમાં ચાલતા સલમાનના કેસ પર રોક લગાવામાં આવે.

૯) લગ્ન નક્કી થતા સલમાન પોતાના બોડીબીલ્ડિંગ ના પ્રોટીનનાં ડબ્બા સંતાળવાનું શરૂ કરે.

૧૦)સલમાન હનીમુન પર ક્યાં જવુ તેની સલાહ શ્રી નરેન્દ્રભાઇ મોદી પાસેથી લ્યે.

૧૧) અને છેલ્લે સલમાન એનો ડાયલોગ બોલે : “મેને એકબાર કમીંટમેન્ટ કર દી ફીર, મે અપને આપ કી ભી નહી સુનતા“ આ સાંભળી બધાના હૈયે ટાઢક વળે.

ખાસ નોંધ : ઉપરોક્ત ધટના કાલ્પનીક છે તેને હકીકત સાથે કોઇ સંબંધ નથી અને જો હશે તો, એ ઇતેફાક હશે !!!!

લી : સુમીત ગજજર…

ટીપ્પણી