બનાવો બોમ્બેનો પ્રખ્યાત “હલવો”

hqdefault

 

બનાવો બોમ્બેનો પ્રખ્યાત “હલવો”

 

સામગ્રી :-

મેંદો – ૧ કપ ,

ઘી – ૧ કપ ,

ખાંડ – ૪ કપ ,

દૂધ -૧ કપ મલાઈ સાથે ,

એલચી પાવડર – ચપટી ,

બદામ પીસ્તા ની કતરણ – ૧ ચમચી ,

ફૂડ કલર અથવા કેસર જરૂર પ્રમાણે

એસન્સ જો ગમે તો ૨-૩ ટીપા .

 

રીત :-

સૌ પ્રથમ મેંદા ને ઘી માં ૨-૩ મીનીટ માટે ધીમા તાપે શેકો .પછી તેમાં દૂધ ,ખાંડ અને કેસર ઓગાળેલું નાંખી હલાવતા રહો.તાપ મીડીયમ રાખવો .ચોસલા પડે એવું ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી એસન્સ નાંખી મિક્સ કરી થાળી ઉપર પ્લાસ્ટિક પેપર રાખી એના પર માવો રાખી પાતળું વણી લો .ઉપર બદામ પીસ્તા ની કતરણ તથા એલચી પાવડર ભભરાવો. ચોરસ આકાર આપવો હોય તો ચારે બાજુ થી કાપી ને આકાર આપો . સૌ નો મનભાવન આઈસ હલવો તૈયાર .

બીજી રીત :- દૂધ , ખાંડ ઘી અને મેંદો બધું એક કડાઈ માં સારી રીતે મિક્સ કરી ગેસ ઉપર મુકો .બાકી ની રીત ઉપર મુજબ . ફૂડ કલર હેલ્થ માટે સારો નથી એટલે બને ત્યાં સુધી ઉપયોગ કરવાનું ટાળવું. કેસર વાપરવાથી સ્વાદ, સોડમ અને કલર બધું જ મળશે .

સૌજન્ય : સ્નેહલ પટેલ (આણંદ)

ટીપ્પણી