બનાવો દહીં કબાબ આસાનીથી

- Advertisement -

8778_465603086863557_1715901535_nબનાવો દહીં કબાબ આસાનીથી

 

સામગ્રી:

500 ગ્રામ પનીરનું છીણ

400 ગ્રામ વલોવેલું દહીં

2 નંગ સમારેલી ડુંગળી

1 ટેબલ સ્પૂન મરચું

1/2 ટી સ્પૂન એલચીનો પાઉડર

1 ટેબલ સ્પૂન ગરમ મસાલો

2-3 નંગ સમારેલા લીલા મરચાં

2 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર

2 ટેબલ સ્પૂન ચણાનો લોટ

જાવંત્રીનો પાઉડર,ચપટી

મીઠું સ્વાદ મુજબ

તેલ, તળવા માટે

 

રીત:

 

-ચણાના લોટ સિવાયની બધી સામગ્રી એક બાઉલમાં મિકસ કરો. તેમાં ચણાનો લોટ ભેળવીને બે મિનિટ રહેવા દો.

-આ મિશ્રણમાંથી લગભગ વીસ જેટલા ગોળા બનાવો. તે પછી તેને હથેળીથી દબાવીને કબાબ જેવો શેપ આપો. આને દસ મિનિટ માટે ફ્રિઝમાં રહેવા દો.

-તે પછી તેલ ગરમ કરી તેમાં આ દહીં કબાબને બ્રાઉન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

-તમે ઇચ્છો તો આને કટલેસની માફક તેલ મૂકીને સાંતળી પણ શકો.

-આ દહીં કબાબને ફૂદીનાની ચટણી સાથે સર્વ કરો.

 

– સુરતી જમણ

ટીપ્પણી