બધી જ બહેનો ધ્યાન આપે ! – Important update

- Advertisement -

263305_680149061999919_1910661351_n

 

બધી જ બહેનો ધ્યાન આપે ! – Important update

==========================

આ વખતે રક્ષાબંધનની તારીખ વિષે એક મતભેદ છે એટલે સ્વાભાવિક છે કે ભૈલાની વ્હાલી બેનડીને તેની ચિંતા હોય કે આખરે ક્યાં દિવસે રક્ષાબંધન છે. પણ ચિંતા કરવાની જરૂર નથી…બાબલારાખી ડોટ કોમ તેની ચિંતા કરે છે. આની સ્પષ્ટતા હું કરી દવ..

હિંદુ શાસ્ત્ર અને તિથી પ્રમાણે રક્ષાબંધન “શ્રાવણી પૂનમે” ઉજવાય છે. એટલે જો આપણે હિંદુ ટ્રેડીશન મુજબ જોઈએ તો તારીખ હોવી જોઈએ ૨૦મી ઓગસ્ટ. પરંતુ આ દિવસે સવારે ૯ : ૩૬ થી સાંજના ૮ : ૩૩ સુધી ભદ્ર નક્ષત્રનો યોગ આવે છે. શાસ્ત્રો મુજબ ભદ્ર નક્ષત્રએ ખુબ જ અશુભ ગણાય ત્યારે કોઈ પણ પ્રકારના સારા કાર્યો ના કરવા જોઈએ.

કોઈ બહેન એવું ના ઇરછે કે આવા અશુભ યોગમાં તેણી તેના વીરાને રક્ષા બાંધે..એટલે બીજા દિવસે ૨૧મી ઓગસ્ટ, જેમાં ધનિષ્ઠ નક્ષત્રનો યોગ છે જે રક્ષાબંધન પર્વ માટે ખુબ જ યોગ્ય અને લાભકાર છે.

એટલે, વ્હાલી બહેનો..! તમારી ચિંતા છોડો અને એકદમ ઉત્સાહ અને ઉમગથી ૨૧મી તારીખે રક્ષાબંધન ઉજવો…!

ટીપ્પણી