ફ્રેંચ સ્ટાઇલ ગ્રીલ પોટેટો સલાડ

- Advertisement -

1048096_309510462518180_625723790_o (1)

ફ્રેંચ સ્ટાઇલ ગ્રીલ પોટેટો સલાડ

સામગ્રી :

૫-૬ નાના બટાકા

૩-૪ નંગ લીલા મરચા (તળેલા)

૩-૪ ચમચી ઓલીવ ઓઈલ

સ્વાદ મુજબ મીઠું

૧ ૧/૨ નાની ચમચી મરી પાવડર

૨ ચમચી આખા રાઈ ના દાણા

૧ ચમચી મસ્ટર પેસ્ટ

૧ નાની ડુંગળી સ્લાઈસ કરેલી

૧/૨ કપ કાકડી જીણી સમારેલી

જીણી સમારેલી પાર્સલી

 

રીત:

બટાકા ને મીઠા વાળા પાણી માં બાફવા, ઠંડા થાય પછી સ્લાઈસ માં સમારવા

હવે તવો ગરમ કરવો, બટાકા મરી પાવડર ને મીઠા માં રગદોળી તેલ લગાડવું

પછી ગરમ તવા પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કુક કરવા બંને બાજુ

બટાકા કુક થાય ત્યાં સુધી માં એક બાઉલ માં તેલ રાઈ ના દાણા અને મસ્ટર પેસ્ટ મિક્ષ કરવું ત્યાર બાદ તેમાં કાકડી, ડુંગળી, લીલા મરચા ઉમેરી બાબર મિક્ષ કરવું બટાકા ને તવા પર થી લઇ તરત જ આ મિશ્રણ માં ઉમેરી દેવા જરૂર મુજબ મીઠું મરી પાવડર ઉમેરવો

રસોઈની રાણી : રાધિકા થાનકી

ટીપ્પણી