ફ્રાઈડ-બ્રાઉન રાઈસ

0
1

1185624_610936005610168_1849702441_n

ફ્રાઈડ-બ્રાઉન રાઈસ”

 

સામગ્રી :

 

૧/૨ કપ બ્રાઉન રાઈસ,

૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા,

૧/૪ કપ પાન સાથે ઝીણા સમારેલા લીલાં કાંદા,

૧/૪ કપ ઝીણી સમારેલી કોબી,

૧/૪ કપ ઝીણી સમારી બ્લાન્ચ કરેલા ગાજર,

૧/૪ કપ ઝીણી સમારી બ્લાન્ચ કરેલી ફણસી,

૧/૨ કપ લાલ-લીલા- પીળા કેપ્સિકમ,

૧/૪ કપ અમેરિકન કોર્નના દાણા (બાફેલા),

૧ ટી.સ્પૂન ઝીણું સમારેલું લસણ,

૧ ટી.સ્પૂન આદુંની કતરણ,

૨ ઝીણા સમારેલા લીલાં મરચાં,

૧/૪ ટી.સ્પૂન મરી પાઉડર (મરજિયાત),

૧ ટેબલસ્પૂન તેલ, મીઠું સ્વાદ મુજબ.

 

રીત :

બ્રાઉન રાઈસ હૂંફાળા ગરમ પાણીથી બરાબર ધોઈ, પાણી નીતારી ૨૫થી ૩૦ મિનિટ રાખવા. મીઠું નાખી છૂટો ભાત રાંધી ઠંડો પડવા દેવો. એક મોટી નોનસ્ટિક કડાઈ અથવા ચાઈનીઝ વોકમાં તેલ ખૂબ આકરા તાપે ગરમ કરવું. ગરમ તેલમાં સૌપ્રથમ લસણ સાંતળવું. તરત લીલાં મરચાં ઉમેરી સાંતળવા. કાંદા નાખવા. ફણસી અને ગાજર નાખવા. ૨ મિનિટ બાદ કેપ્સિકમ મરચાં અને કોબી ઉમેરવા. રાંધેલા બ્રાઉન રાઈસ ઉમેરવા. અમેરિકન મકાઈના બાફેલા દાણા, મરી પાઉડર અને ઝીણા સમારેલા લીલા કાંદા ઉમેરી દેવા. છેલ્લે આદુંની કતરણ નાખી બધું બરાબર હલાવી ફ્રાઈડ બ્રાઉન રાઈસ સર્વ કરવા તૈયાર કરવો.

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here