ફૂલ કેક સેન્ડવીચ

img_0221
સામગ્રી:
 ૧. 500ML ફૂલ ફેટ દૂધ
 ૨. ૨ ટે.સ્પુન કસ્ટર્ડ પાવડર
 ૩. ૧/૪ ટી.સ્પુન એલચી પાવડર
 ૪. ૩ ટે.સ્પુન ખાંડ
 ૫. ૭-૮ કેસર નાં તાંતણા
 ૬. ૬ નંગ ગોળ સ્લાઈસ કરેલ બ્રેડ
  • સ્ટફિંગ માટે:
    •   ઝીણા સમારેલ ફ્રુટ્સ
    •   કેરી, સફરજન, કાળી અને લીલી દ્રાક્ષ
    •   ૨ ટી.સ્પુન બુરું-ખાંડ
  • ગાર્નીશિંગ માટે:
    •   ચેરી, કાજુ, કીસમીસ, કલરફૂલ જેલી
રીત:
                સૌ પ્રથમ એક બાઉલ માં થોડું ઠંડુ દૂધ કાઢી બાકીનું દૂધ ઉકાળવું. ૨-૩ ઉભરા આવે એટલે ઠંડા દૂધમાં કસ્ટર્ડ નાખી ફરીથી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું. ત્યારબાદ ખાંડ, એલચી, દૂધમાં પલાળેલ કેસર નાખી ૫ મિનીટ પછી ગેસ ઉપરથી નીચે ઉતારી ઠંડુ પડવા દેવું. ત્યારબાદ બ્લેન્ડર ફેરવી ફ્રીજ માં ઠંડુ કરવા મુકવું. હવે બધાજ ઝીણા સમારેલા ફ્રુટ્સ બુરું-ખાંડ માં મિક્સ કરી સાઈડ પર રાખવા.
                હવે એક પહોળી ડિશમાં થોડું કસ્ટર્ડ લઇ તેમાં બ્રેડની ગોળ સ્લાઈસ ડિપ કરી તેને સર્વિંગ પ્લેટમાં મુકવી, તેની ઉપર ૨ ટે.સ્પુન જેટલા ઝીણા સમારેલ ફ્રુટ્સ મુકવા. તેની ઉપર ફરી પાછી બ્રેડની બીજી સ્લાઈસ કસ્ટર્ડમાં ડિપ કરી ગોઠવવી. તેની ઉપર થોડું કસ્ટર્ડ રેડી કલરફૂલ જેલી, કાજુ-દ્રાક્ષ વડે ગાર્નીશિંગ કરી ચીલ કરી મહેમાનોને સર્વ કરી તેમના દિલ જીતી લેવા.
સૌજન્યઃ હર્ષા મહેતા, રાજકોટ

ટીપ્પણી