ફરાળી પનીર પકોડા

1012330_10151738080399273_1806719103_nફરાળી પનીર પકોડા

 

સામગ્રી

પનીરના એક કપ નાના ટુકડા

એક કપ આરારૂટ

બે ચમચી આદું-મરચાંની પેસ્ટ

બે ચમચી દહીં

એક ચમચી રાજગરાનો લોટ

બે ચમચી સિંગદાણાનો ભૂકો

મીઠું અને મરી સ્વાદ પ્રમાણે

અડધી ચમચી સાકર

એક ચમચી તેલ

તળવા માટે તેલ

 

 

રીત

એક બૉલમાં દહીં, રાજગરાનો લોટ, આદું-મરચાની પેસ્ટ, મીઠું, એક ચમચી તેલ, સિંગદાણાનો ભૂકો અને સાકર મિક્સ કરો. હવે આ મિશ્રણમાં પનીરના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરો અને ૧૫ મિનિટ રહેવા દો. હવે આરારૂટમાં મરી મિક્સ કરો. એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો. હવે મૅરિનેટ કરેલા પનીરને આરારૂટના મિશ્રણમાં ઉમેરી તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. કેરી અને ફુદીનાની ચટણી સાથે એને સર્વ કરો.

 

recipe by : @સુરતી જમણ

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block