ફરફર

- Advertisement -

Sabudana teekhat chaklya

ફરફર

સામગ્રી:

સાબુદાણા 500 ગ્રામ

મોરૈયો 500 ગ્રામ

બાફેલ બટેકા 500 ગ્રામ

લીલા મરચા આદુની પેસ્ટ જેટલા તીખું કરવું હોય તેટલું

અધકચરું ખાંડેલ જીરું

અધકચરા ખાંડેલ મરી

કલર

રીત

સાબુદાણાને રાતે પલાળી દેવાના,મોરૈયાને સવારે પલાળી દેવો

મોરૈયાને પાણી નાખી લેવો સાબુદાણાને વરાળે લેવા

મોરૈયો,સાબુદાણા,બટેકાને મિક્ષ કરી તેમાં જીરું,મરી,લીલા મરચા આદુની પેસ્ટ નાખી દેવી

સંચામાં તેલ વાળો હાથ ફેરવી માવો ભરવો ચકરી સ્ટારની રાખવી

પ્લાસ્ટિક પર લાંબી લાંબી ફરફર પડી લેવી તાપમાં સુકવી દેવી

સુકાય જાય એટલે તેને તેલમાં તાલી ચા સાથે ખાઈ શકાય

નોંધ

ખાંડ અને લીંબુ નાખી શકાય પણ તે તળવાથી કાળી થાય તેથી મુંજાવું નહિ કે બળી ગઈ

ટામેટાનો રસો (મિક્ષરમાં ફેરવેલો) પણ નાખી શકાય

રસોઈની રાણી : ગામી હિરલ (રાજકોટ)

ટીપ્પણી