ફટાફટ બનાવો ઉપમા

4853_r-1ફટાફટ બનાવો ઉપમા

 

* સામગ્રી:

– 1 નંગ ગાજર

– 1 કપ વટાણા

– 1 નંગ ટામેટા

– 1 નંગ ડુંગળી

– 3-4 લીલા મરચા

– 2 કપ રવો

– અડદની દાળ

– મીઠું સ્વાદઅનુસાર

– 1/2 ટી સ્પૂન રાઈ

– 1/2 ટી સ્પૂન જીરું,

– 1/2 ટી સ્પૂન હિંગ

– 1/2 કપ છાશ

– 1/2 કપ પાણી

– ઘી

 

* રીત:

સૌ પ્રથમ યોગ્ય વાસાણ માં થોડું ઘી લઇ ને હલકી આંચે ગરમ કરો તેમાં રાઈ ને જીરું ઉમેરો ત્યાર બાદ તેમાં ડુંગળીના જીણા ટુકડા સાંતળો. જેવો કાંદા નો રંગ હલકો સોનેરી થાય કે તેમાં લીલા મરચા ના ટુકડા ને અડદ દાળ ઉમેરો. ત્યાર બાદ તેમાં ગાજર ને વટાણા નાખી ને મિશ્રણ ને બરાબર થી હલાવો ને થોડી વાર ચઢવા દો. ત્યાર બાદ તેમાં શેકેલો રવો નાખવો. તેમાં પાણી અને છાશ ઉમેરો. રવા ને પાણી નું પ્રમાણ ૧:૨ નું રાખવું , સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. એક મહત્વ નો મુદ્દો યાદ રાખવો કે રવા માં પાણી નાખ્યા બાદ આખા મિશ્રણ ને હલાવતું રહેવું. નહિતર રવામાં ગટ્ટા થઇ જાશે, બસ થોડી વાર માં રવો બધું પાણી શોષી લેશે. લ્યો તૈયાર છે ગરમા ગરમ ઉપમા

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block