પાલક કપ કેક (Palak Cup Cake) – હવે બાળકોને બનાવીને આપો આ હેલ્ધી કપ કેક…

“પાલક કપ કેક”

સામ્રગી….

– મેદો ..1/12 કપ,
– બેકીંગ પાવડર…1 ટી સ્પૂન,
– બેકીંગ સોડા …1/2 ટી સ્પૂન,
– દહી ..1 કપ,
– મલાઈ…1 કપ,
– તેલ…3 સ્પૂન,
– પાલક ની પ્યૂરી…1/2 કપ,
આદુ મરચા ની પેસ્ટ…સ્વાદ મુજ્બ,
– પનીર…3 સ્પૂન,
મીઠુ…સ્વાદ મુજબ,

રીત…

*દહી ,બેકીંગ સોડા ,બેકીંગ પાવડર મિકસ કરી ને 5મિનિટ રેસ્ટ આપો
*.બ્લાંચ કરેલી પાલક ,મલાઇ , મીઠુ , આદુ મરચા ની પેસ્ટ નાંખી મિકચર માં સ્મૂધ પેસ્ટ બનાવો .
* .હવે એક બાઉલ માં દહી વાળી પેસ્ટ ,મેદો ,પાલક ની પેસ્ટ મિકસ કરી કેક જેવુ બેટર તૈયાર કરો ,
* સ્ટીમર માં પાણી ગરમ કરી જાળી વાળી પ્લેટ મુકો , સિલીકોન કપ મોલ્ડ તેલ થી ગ્રીસ કરી કેક બેટર ભરો અને સ્ટીમ કરવા મુકો ,10 થી 15 મિનિટ માં બેક થઇ જાય છે ઠંડા કરી ,અનમોલ્ડ કરી , ચેરી થી ગારનીશ કરી સર્વ કરો…તૈયાર છે ..સ્ટીમ પાલક કપ કેક.

રસોઈની રાણી : સરોજ શાહ ..આણંદ

શેર કરો આ વાનગી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી