પાપડી ચાટ

- Advertisement -

Untitled

આપણને એમ થાય કે “પાપડી ચાટ” એટલે તો શું હશે??? તો ચાલો બનાવીએ અને એમ કહીએ કે આતો સાવ સહેલી છે…

પાપડી ચાટ

 

સામગ્રી:

 

મેંદો 1કપ

સોજી ½ કપ

ઘઉંનો લોટ ½ કપ

તેલ

હુંફાળું પાણી

મીઠું

ઝીણી સમારેલ ડુંગળી

કાબુલી ચણા 2-2½ કપ

બાફેલ બટેકાની સ્લાઇસ

બાફેલ બટેકાનો છુંદો 1-1½ કપ

સાદું દહીં

લાલ મરચું

ધાણાજીરું

ચાટ મસાલો

લીલી ચટણી

લાલ ચટણી

આમલીની ચટણી

સેવ

દાડમના દાણા

કોથમીર

 

રીત:

એક વાસણમાં લોટ લો તેમાં મીઠું,તેલ નાખી પૂરીનો લોટ બાંધી 15 min સુધી ઢાંકીને રહેવા દયો.

લોટને પાછો મસળી નાની પૂરી વણો તેમાં નાના કાણા કરી તેલ માં બ્રાઉન કલરની તળી લો.

હવે એક બાઉલમાં ચણા,બટેકાનો છુંદો કટકા,ડુંગળી મીઠું મિક્ષ કરો.

એક પ્લેટમાં પાપડી ગોઠવી તેના પર બટેકાની સ્લાઇસ રાખી ચણાવાળો મસાલો રાખી તેના પર દહીં,લીલી,લાલ અને આમલીની ચટણી નાખો,સેવ દાડમના દાણા,મસાલા શિંગદાણા,કોથમીર નાખી સર્વ કરો.

 

નોંધ:

પૂરી ની બદલે સક્કરપારા આકાર આપી શકાય છે.

લીલી ચટણીમાં કોથમીર,ફુદીનો વાપરી શકાય.

લાલ ચટણી એટલે લસણની ચટણી.

આ રેસિપીમાં બધાનું માપ કહેવું અઘરું છે જે વ્યક્તિને જે વધારે ભાવે તે વધારે એડ કરી શકે છે.

દાડમના દાણા,મસાલા શિંગદાણા નાખવા હોય તો જ

રસોઈની રાણી: ગામી હિરલ (રાજકોટ)

 

ટીપ્પણી