પાપડના સમોસા

480126_136988849838899_371396914_n

 

પાપડના સમોસા

 

સામગ્રી:

• 10 પાપડ (અડદના)

• 500 ગ્રામ લીલા વટાણા

• 250 ગ્રામ બટાકા

• 2 ટેબલસ્પૂન મેંદો

• 1 ટીસ્પૂન તલ

• 1 ટીસ્પૂન ગરમ મસાલો

• ટીસ્પૂન મરચું

• ઝૂડી લીલા ધાણા, 1 નાનું લીંબુ

• મીઠું, ખાંડ, તેલ, તજ, લવિંગ, વાટવાનો મસાલો

• 100 ગ્રામ નાળિયેરનું ખમણ

• 3 લીલાં મરચાં, કટકો અાદું

• ઝૂડી લીલા ધાણા, થોડું લીલું લસણ

• મીઠું, થોડોક ગોળ,

• બધુ વાટી લીલી ચટણી બનાવવી.

 

 

રીત:

વટાણાને મીક્ચરમાં ક્રશ કરી જાડો ભૂકો બનાવવો. બટાકાને બાફી, છોલી, ખૂબ ઝીણી કટકી કરવી. એક વાસણમાં થોડું તેલ મૂકી, તજ-લવિંગનો વઘાર કરી, વટાણાનો ભૂકો નાખવો. તાપ ધીમો રાખી, ઢાંકણ ઢાંકવું. વટાણા બફાય એટલે બટાકા, મીઠું, મરચું, ખાંડ અને ગરમ મસાલો નાંખી, હલાવી ઉતારી લેવું. તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.

પાપડ ઉપર પાણી રેડી, નરમ થાય એટલે તેના બે કટકા કરવા. તેના ઉપર વાટેલો લીલો મસાલો ચોપડવો. તેમાંથી એક કટકો લઈ બીડુૂં વાળી, વટાણાનો મસાલો ભરી, ત્રિકોણ અાકારે વાળવો. અાજુબાજુની કીનાર મેંદામાં પાણી નાંખી, પાતળું ખીરું લહી જેવું બનાવી તેનાથી ચોંટાડી દેવી. પછી તેલમાં સમોસાં તળી લેવા. લસણની લીલી ચટણી સાથે પીરસવા.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!