“પાણી નો બચાવો”

485493_473843209354141_1513486264_nઆપણે સૌ જાણીએ છીએ કે ચાલુ વર્ષ મા વરસાદ નુ પ્રમાણ ખુબ જ ઓછુ છે.તેને કારણે સૌરાષ્ટ્ર ના અમુક શહેરી તથા ગ્રામ્ય વિસ્તાર માં પાણી ની અછત સર્જાય છે. આ રહ્યા પાણી બચાવવા માટે નાં અમુક

સામાન્ય નુસખા:

1. ઘર માં કોઇપણ નળ લિક હોય કે પાણી ટપકતુ હોય તો તેને તુરત રીપેર કરાવીએ.

2. મકાન નુ બાંધકામ કે રીનોવેશન કરાવવુ હોય તો થોડા સમય માટે મુલતવી રાખીએ.

3. પાણી નો સંગ્રહ કરવા માટે ટાંકી,કેરબા, તથા મોટા વાસણ નો ઉપયોગ કરીએ.

4. ધુળેટી જેવા તહેવાર કે જેમાં વધારે પાણી વપરાય છે તેમાં અબીલ-ગુલાલ નો ઉપયોગ કરીએ.

5.આર.ઓ માંથી નીકળતુ પાણી ને પણ અમુક ઉપયોગ માં લઇએ.

6. સાબુ,સોડા વાળુ વેસ્ટ પાણી સંડાસમાં નાખવા માટે કરીએ અને સંડાસમાં ફ્લશ નો ઉપયોગ કરીએ.

7. તમારા વિસ્તાર માં રસ્તા પર પાણી જતુ હોય અને કોઇ પાઇપલાઇન લીકેજ હોય તો નગર પાલીકા માં જાણ કરવી.

8. અગાસી,ફળીયુ વગેરે ને ધોવાનુ ટાળીએ અને ત્યા પોતા કરવાનો આગ્રહ રાખીએ.

બસ… તમને કોઇ યાદ આવે તો કહો. શેર કરી જાગૃતતા લાવો…!

સૌજન્ય : દેવેન્દ્ર ચૌહાણ

ટીપ્પણી