પાણીપુરી

tumblr_m0i4b7WpxC1rr5de2o1_500

પાણીપુરી બહુ જ ભાવે છે…પણ બહારની પાણીપુરી ખાવાથી બીમાર પડવાની બીક છે? – તો હાજર છે હીનાબેન કચ્છી ઘરમાં બહાર જેવીજ ચટપટી પાણીપુરી બનાવવાની રીત લઈને!

સામગ્રીઃ-
– ૩ લિટર પાણી
– ૩૦૦ ગ્રામ ફુદીનો
– ૩૦૦ ગ્રામ કોથમીર
– ૫૦ ગ્રામ લીલા મરચાં
– ૫૦ ગ્રામ સંચળ
– ૩૦૦ ગ્રામ લીંબુ
– ૫૦૦ ગ્રામ બટાકા
– ૩૦૦ ગ્રામ સુકા ચણા
– ૧૦૦ ગ્રામ લાલ લસણ ની ચટણી
– ૧૦૦ ગ્રામ ચાટ મસાલો

પાણી બનાવવા ની રીતઃ-
– સૌ પ્રથમ ૩ લિટર પાની લો.
– તેમાં ફુદીનો,કોથમીર,લીલા મરચાં ને ક્રશ કરી નાખો
– ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર સંચળ,લીંબુ નાખો.
– ત્યારબાદ પાની ને ફ્રિઝ માં ઠ્ંડુ થવા મુકી દો.

માવો બનાવવા ની રીતઃ-
– બટાકા ને ચણા ને તેમાં થોડુ મીઠુ નાખી કૂકર મા બાફવા મુકી દો..
– બફાઈ જાય એટલે બધાને ભેળવીને ચોળી ચોળીને ને એક સમાન બનાવી દો

હવે રાહ શેની જુઓ છો? – બહાર થી લાવેલ પકોડી માં ડુંગળી,માવો તીખુ ખાવુ હોય તો લાલ ચટની નાખી પાણી માં બોળી ને ખાવા લાગો!

મસાલાપુરીઃ-પકોડીમાં માવો નાખી તેના પર ડુંગળી અને ચાટ મસાલો નાખી ખાય શકાય.

તો આવી ગઈ ને મઝા આ ચટપટી પાણીપુરી ની રેસિપી જોઈ ને?
ચાલો ત્યારે, બનાવવા તૈયાર થઈ જાઓ!

સૌજન્ય – હીના કચ્છી

ટીપ્પણી