“પરીક્ષાઓ ની જીંદગી પૂરી થાય એટલે જિંદગીની પરીક્ષા ઓ શરુ થતી હોય છે”

child_praying

 

એક બાળકે તેના પિતાને કહ્યું કે, આ ભણવાનું અને પરીક્ષા આપવાનું ક્યારે પૂરૂ થશે? પિતાએ હસીને કહ્યું કે, જિંદગી છે ત્યાં સુધી આ બધું ચાલતું જ રહેવાનું છે. અત્યારે તું ભણે છે, તારી પાસે સિલેબસ છે, પાઠયપુસ્તકો છે, ગાઈડ છે, અને સૌથી મોટી વાત તો એ કે તને ખબર છે કે તારી પરીક્ષા ક્યારે છે.

ભણવાનું પૂરૂ થશે પછી રીયલ લાઈફ શરૂ થશે.

ત્યારે પુસ્તકો કે ગાઈડ નહીં હોય, પરીક્ષાનું ટાઈમટેબલ નહીં હોય, અચાનક જ તમારી સામે સમસ્યા અને સંજોગ આવી જશે અને તમને કહેશે કે લ્યો હવે આ દાખલો ઉકેલો.

તમારે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનું હોય છે. પરીક્ષામાં કેટલાંક પ્રશ્નો ફરજિયાત હોય છે. તેના જવાબ આપવા જ પડતાં હોય છે. જિંદગીનું પણ એવું જ છે. અમુક પ્રશ્નોના જવાબ તમારે આપવા જ પડે છે. યુ હેવ નો ઓપ્શન. તમારે પાસ થવાનું છે.

જિંદગીમાં તમારે સુખી થવાનું જ છે. જિંદગીની કેટલીક પરિસ્થિતિ સામે લડવાનું હોય છે અને જીતવાનું હોય છે. પણ મોટાભાગે માણસ લડવાનું છોડી રડવાનું ચાલુ કરી દે છે.આપણે ફરિયાદો કરવા લાગીએ છીએ. આવું થોડું હોય? મારી સાથે જ કેમ આવું થાય? મારો કંઈ જ વાંક નથી…!!!

કોઈ ફરિયાદ કરવાની જરૂર નથી કારણ કે

\”પરીક્ષાઓ ની જીંદગી પૂરી થાય એટલે જિંદગીની પરીક્ષા ઓ શરુ થતી હોય છે…\”

સૌજન્ય : નીરવ જાની

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block